દેશમાં વધી રહેલા રિચાર્જ પ્લાનની કિંમતો વચ્ચે BSNL દ્વારા BSNL 977 Plan પછી એક નવો રિચાર્જ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. તાજેતરમાં, એરટેલ, જિયો અને VI એ તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો હોવાથી લોકો સસ્તા રિચાર્જ પ્લાન શોધી રહ્યા છે. લોકોને રિચાર્જ કરાવવું ઘણું મોંઘું પડી રહ્યું છે. આ સ્થિતિમાં તમામની નજર BSNL પર છે, ઘણા લોકોએ તેમનું સિમ કાર્ડ bsnl પર પોર્ટ કરાવ્યું છે.
આ પોર્ટ કરેલા નવા યુઝર્સને ધ્યાનમાં રાખીને BSNL પણ દિવસે ને દિવસે નવા પ્લાન લોન્ચ કરી રહ્યું છે. આજે અમે આવા પ્લાન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે, આ પ્લાનમાં તમને એક છસ્સો રૂપિયાથી ઓછા રિચાર્જ પર 3GB/દિવસ DATA 84 દિવસ સુધીની વેલિડિટી મળે છે.
BSNL નો રૂ. 599 નો પ્લાન | BSNL 599 Plan
રૂપિયા 599 ના આ પ્લાન ની વેલીડીટી 84 દિવસ છે, જેથી મહિના પ્રમાણે ગણીએ તો ₹200 કરતા પણ ઓછામાં આખા મહિનાનું રીચાર્જ થઈ શકશે. છસ્સો રૂપિયાથી ઓછી કિંમતના આ પ્લાનમાં નીચે મુજબના લાભો મળે છે.
અનલિમિટેડ કોલ : ગ્રાહકો સમગ્ર દેશમાં કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત કૉલ્સનો આનંદ લઈ શકે છે.
3GB દૈનિક ડેટા: આ પ્લાનમાં કુલ 252GB હાઈ-સ્પીડ ડેટાનો સમાવેશ થાય છે જે 84 દિવસ માટે માન્ય રહેશે.
પ્રતિ દિવસ 100 SMS: ગ્રાહકોને 84 દિવસ માટે મફત દૈનિક 100 SMS મળશે.
અન્ય ફાયદા : કોલિંગ અને ડેટા બેનિફિટ્સ વિશે વાત કરીએ તો, BSNL આ પ્લાનમાં ફ્રી નેશનલ રોમિંગ ઓફર કરશે. ગ્રાહકોને BSNL ટ્યુન્સ અને ઝિંગ મ્યુઝિક જેવી મૂલ્યવર્ધિત સેવાઓ કોઈપણ વધારાના ખર્ચ વગર મળશે.
BSNL vs Airtel vs Jio vs Vi
અહીં BSNL, Airtel, Jio, અને Viના 3GB/Day પ્રીપેઇડ પ્લાનની સરખામણી ટેબલ ફોર્મેટમાં આપવામાં આવી છે
ફીચર | BSNL ₹599 | Airtel ₹1798 | Jio ₹1199 | Vi ₹1599 |
---|---|---|---|---|
ડેટા | 3GB/દિવસ | 3GB/દિવસ | 3GB/દિવસ | 2.5 GB/દિવસ |
કોલિંગ | અનલિમિટેડ (લોકલ/STD) | અનલિમિટેડ (લોકલ/STD) | અનલિમિટેડ (લોકલ/STD) | અનલિમિટેડ (લોકલ/STD) |
SMS | 100 SMS/દિવસ | 100 SMS/દિવસ | 100 SMS/દિવસ | 100 SMS/દિવસ |
અન્ય લાભ | BSNL Tunes, Zing મ્યુઝિક | Airtel Xstream, Wynk Music, Apollo 24/7 Circle | JioTV, JioCinema, JioCloud, JioSecurity | Vi Movies & TV VIP, રાત્રે મફત ડેટા, વીકએન્ડ ડેટા રોલઓવર |
વેલીડીટી | 84 દિવસ | 84 દિવસ | 84 દિવસ | 84 દિવસ |
FUP પછીની સ્પીડ | 80 Kbps | 64 Kbps | 64 Kbps | 64 Kbps |
આમ, યુઝર્સ આ પ્લાનને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ પ્લાન હેઠળ યુઝર્સને ઓછી કિંમતમાં સારો ડેટા ફાયદો મળી રહ્યો છે.
BSNL ઝડપથી 4G ડેટા સેન્ટર તૈયાર કરશે
સરકાર BSNL પર ઝડપથી કામ કરી રહી છે. ટાટાની મદદથી 4G માટે ડેટા સેન્ટર તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ સાથે યુઝર્સને ખૂબ જ ઓછી કિંમતમાં ખૂબ જ સારું ઇન્ટરનેટ મળશે. કંપની 2025ના મધ્ય સુધીમાં દેશભરમાં 5G સેવાઓ પણ શરૂ કરી શકે છે.