Airtel, Jio અને VI એ જ્યારથી પોતાના રિચાર્જ પ્લાનના ભાવમાં વધારો કર્યો છે ત્યારથી લોકો સસ્તા રીચાર્જ પ્લાન માટે ફાંફાં મારી રહ્યા છે. લોકોને રિચાર્જ કરાવવો અત્યંત મોંઘુ પડી રહ્યું છે. આ પરિસ્થિતિમાં બધાની નજરો BSNL તરફ મંડાઈ છે. ઘણા લોકોએ તો પોતાના સીમકાર્ડ bsnl માં પોર્ટ કરી દીધા છે.
bsnl પણ સામેના છેડે દિવસેને દિવસે નવા ને નવા પ્લાન લોન્ચ કરી રહ્યું છે. આજે અમે આવા જે પ્લાન વિશે વાત કરવાના છીએ. આ પ્લાનમાં હજાર રૂપિયાથી ઓછા રિચાર્જમાં તમને 160 દિવસ સુધીની વેલિડીટી મળે છે.
શા માટે ગ્રાહકો BSNL માં પોર્ટ કરવી રહ્યાં છે?
જુલાઈ 2024 માં રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન-આઈડિયા (Vi) જેવી ખાનગી ટેલિકોમ કંપનીઓ દ્વારા ટેરિફમાં વધારાની જાહેરાતને પગલે, ઘણા ગ્રાહકો એ તેમને પરવડે તેવા પ્લાન માટે BSNL પર સ્વિચ કર્યું છે અને તાજેતરમાં કંપનીએ રૂ. 997 ની કિંમતનો નવો પ્લાન ઉમેર્યો છે, જે 160 દિવસ સુધી ચાલશે.
BSNL નો રૂ. 997 નો પ્લાન | BSNL 997 Plan
રૂપિયા 997 ના આ પ્લાન ની વેલીડીટી 160 દિવસ છે, જેથી મહિના પ્રમાણે ગણીએ તો ₹200 કરતા પણ ઓછામાં આખા મહિનાનું રીચાર્જ થઈ શકશે. હજાર રૂપિયાથી ઓછી કિંમતના આ પ્લાનમાં નીચે મુજબના લાભો મળે છે.
અનલિમિટેડ કોલ : ગ્રાહકો સમગ્ર દેશમાં કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત કૉલ્સનો આનંદ લઈ શકે છે.
2GB દૈનિક ડેટા: આ પ્લાનમાં કુલ 320GB હાઈ-સ્પીડ ડેટાનો સમાવેશ થાય છે જે 160 દિવસ માટે માન્ય રહેશે.
પ્રતિ દિવસ 100 SMS: ગ્રાહકોને 160 દિવસ માટે મફત દૈનિક 100 SMS મળશે.
વધારાના લાભ : કોલિંગ અને ડેટા બેનિફિટ્સ વિશે વાત કરીએ તો, BSNL આ પ્લાનમાં ફ્રી નેશનલ રોમિંગ ઓફર કરશે. ગ્રાહકોને BSNL ટ્યુન્સ અને ઝિંગ મ્યુઝિક જેવી મૂલ્યવર્ધિત સેવાઓ કોઈપણ વધારાના ખર્ચ વિના પ્રાપ્ત થશે.
BSNL vs Airtel vs Jio vs Vi
વિશેષતા | BSNL 997 Plan | Airtel 979 Plan | Jio 859 Plan | Vi 997 Plan |
---|---|---|---|---|
પ્લાન કિંમત | ₹997 | ₹979 | ₹859 | ₹997 |
વેલિડિટી | 160 દિવસ | 84 દિવસ | 84 દિવસ | 84 દિવસ |
ઈન્ટરનેટ | 2 GB (કુલ 320 GB) | 2 GB | 2 GB | 2 GB |
કૉલિંગ | અનલીમીટેડ કૉલિંગ | અનલીમીટેડ કૉલિંગ | અનલીમીટેડ કૉલિંગ | અનલીમીટેડ કૉલિંગ |
SMS | દરરોજ 100 SMS | દરરોજ 100 SMS | દરરોજ 100 SMS | દરરોજ 100 SMS |
એડિશનલ લાભો | Zing Music, BSNL Tunes, WOW એન્ટરટેઈનમેન્ટ, ગેમિંગ | 22+ OTT એપ્સ | Jio Cinema, Jio TV | અમુક OTT અને વિકલ્પ |
રીચાર્જ ઉપલબ્ધતા | BSNL સેલ્ફ કેર એપ, BSNL વેબસાઇટ, થર્ડ-પાર્ટી એપ્સ | Airtel વેબસાઇટ, એપ, રિટેલર્સ | Jio વેબસાઇટ, એપ, રિટેલર્સ | Vi વેબસાઇટ, એપ, રિટેલર્સ |
bsnl લગાવી રહ્યું છે નવા 4G ટાવર
તાજેતરમાં, BSNL એ સારી સેવા આપવા માટે તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કર્યું છે. રાજ્ય સંચાલિત ટેલિકોમ ઓપરેટરે દેશમાં 25,000 થી વધુ 4G ટાવર સ્થાપિત કર્યા છે અને તે આગામી સમયમાં 1 લાખ નવા ટાવર્સના લક્ષ્ય તરફ આગળ કામ કરી રહી છે. આ વિકાસનો હેતુ ટૂંક સમયમાં નેટવર્ક કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો કરવાનો છે.