50MP કેમેરો અને 5000mAh મોટી બેટરી સાથે લૉન્ચ થયો Motorola Moto G31

Motorola Moto G31 | Motorola એ G-સિરીઝમાં વધુ એક સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જે સારા પર્ફોમન્સ અને સસ્તા ભાવ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. Motorola Moto G31 એ ખાસ એવા યુઝર્સ માટે બનાવવામાં આવ્યો છે જેઓ વધુ ફીચર્સ સાથે સસ્તા ફોનની શોધમાં છે. Moto G31 સારી ડિસ્પ્લે, મજબૂત બેટરી, અને ઉંચી ક્વોલિટી વાળા કેમેરા સાથે ઓછા બજેટમાં આ ફોન શ્રેષ્ઠ વિકલ્પ છે. ચાલો જાણીએ વધુ ફિચર્સ વિગતવાર

સ્ટાઇલિશ છે Motorola Moto G31 ની ડિઝાઇન

Moto G31 માં એક સાદી અને સ્ટાઇલિશ ડિઝાઇન છે. તેનો પાછળનો ભાગ મેટ ફિનિશ સાથે પ્લાસ્ટિકનો બનેલો છે, જે તેને હાથમાંથી લપસી ના જાય તે માટે સારી પકડ બનાવે છે. આ ફોન 8.6 mmની જાડાઈ સાથે અત્યંત પાતળો છે અને વજનમાં માત્ર 180 ગ્રામ છે, જે ફોનને વાપરવામાં ખૂબ જ સરળ બનાવે છે. Motorola Moto G31 માં પાણીના ટીપા સામે પ્રોટેક્શન માટે IP52 રેટિંગ છે, જે દૈનિક ઉપયોગ માટે સુરક્ષિત છે.

Full HD+ છે Motorola Moto G31 ની ગજ્જબ ડિસ્પ્લે

Moto G31 માં 6.4 ઇંચની AMOLED ડિસ્પ્લે છે, જે Full HD+ (1080 x 2400 પિક્સેલ્સ) રિઝોલ્યુશન ધરાવે છે. AMOLED ડિસ્પ્લે ઉંચી ગુણવત્તાના વિવિડ કલર્સ અને કોન્ટ્રાસ્ટ આપે છે, જે વિડિયો સ્ટ્રીમિંગ, ગેમિંગ અને ફોટો માટે શ્રેષ્ઠ છે. 60Hz રિફ્રેશ રેટ ડિફૉલ્ટ છે, જે સ્મૂથ પરફોર્મન્સ માટે જરૂરી છે. ફોનની ડિસ્પ્લે સારી બ્રાઇટનેસ સાથે આવે છે, જેથી તડકાવાળા વાતાવરણમાં પણ ફોનનો ઉપયોગ સરળ કરી શકાય છે.

5000 mAh ની છે બેટરી : Motorola Moto G31

Motorola Moto G31 5000 mAh ની વિશાળ બેટરી ધરાવે છે, જે સતત અને નૉર્મલ ઉપયોગ માટે બે દિવસ સુધીની બેટરી લાઇફ આપે છે. 20W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે, ફોન ઝડપથી ચાર્જ થઈ શકે છે, અને લાંબા સમય સુધી ટકી રહે તેવો દાવો પણ કરે છે, જેની અસર થકી મોટી સ્ક્રીન, ગેમિંગ, અથવા ફિલ્મો માટે સરળતાથી હલ થાય છે.

Motorola Moto G31 Camera 

Moto G31 માં ટ્રિપલ કેમેરા સેટઅપ છે. જેમાં 50 MP મુખ્ય કેમેરા, જે ઉત્તમ ફોટો અને ક્લેરિટી સાથે ડિટેલ કેપ્ચર કરે છે, અલ્ટ્રા-વિડ 8 MP છે જે વધુ વ્યાપક શોટ્સ માટે મદદ કરે છે અને મેક્રો સેન્સર 2 MP આપેલ છે, જે નજીકની ડિટેલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઉપયોગી બને છે.

વાત કરીએ ફ્રન્ટ વિશે તો, 13 MP સેલ્ફી કેમેરા છે, જે સેલ્ફી અને વિડિયો કૉલ માટે સારી ગુણવત્તા આપે છે.

Motorola Moto G31 Storage

Moto G31 4 GB RAM અને 64 GB/128 GB ઇન્ટર્નલ સ્ટોરેજ વિકલ્પો સાથે આવે છે. જો કે, યુઝર્સ 1 TB સુધી માઇક્રોSD કાર્ડનો ઉપયોગ કરીને સ્ટોરેજ વધારી શકે છે, જેથી તમને વધારે એપ્લિકેશન્સ, ફોટો, અને ફાઇલ્સ સંગ્રહ માટે પૂરતો જથ્થો મળી શકે છે.

Motorola Moto G31 પ્રોસેસર

Motorola Moto G31 MediaTek Helio G85 પ્રોસેસરથી ચાલે છે, જે ઓછા બજેટના સ્માર્ટફોન્સ વપરાય છે. આ પ્રોસેસર સારી કોલેટી ક્ષમતા આપી શકે છે અને સામાન્ય ગેમિંગ અને દૈનિક કાર્ય માટે યોગ્ય છે. ફોનમાં Mali-G52 MC2 GPU છે, જે તમને ઉત્તમ ગેમિંગ અનુભવ આપે છે. આ પ્રોસેસર 5G સપોર્ટ કરતું નથી.

Motorola Moto G31 Price In India

Motorola Moto G31 ની કિંમત ભારતમાં ₹12,999 (4 GB RAM + 64 GB સ્ટોરેજ) છે. 128 GB સ્ટોરેજ વિકલ્પ ધરાવતા મોડલની કિંમત થોડી વધારે છે, પરંતુ, આ સ્માર્ટફોન, flipkart પર ઉપલબ્ધ છે જેની કિંમત ₹11,999 છે.

આ પણ વાંચો : ના હોય! iPhone 16 નું આ ફિચર્સ હવે મળશે નવા Realme GT 7 Pro માં પણ

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!