ભારતમાં Vivo કંપની ધૂમ મચાવી રહી છે, જે દર મહિને નવા સ્માર્ટફોન લોન્ચ કરે છે. Vivo X100 Ultra પછી હવે, Vivo Y37 Pro લોન્ચ કરવા જઈ રહ્યું છે.
આ સ્માર્ટફોનની કિંમત 15000 રૂપિયાની આસપાસ હશે. જે માત્ર 36 મિનિટમાં ફોનને 50% સુધી ઝડપથી ચાર્જ કરે છે. આવો જાણીએ Vivo Y37 Proમાં અન્ય ક્યા ફીચર્સ મળશે?
Vivo Y37 Pro Features
વિશેષતાઓ | વિગતો |
Display | 6.68 ઇંચ HD+ IPS LCD |
Main Camera | 50MP |
Battery | 6000 mAh |
Processor | Snapdragon |
Network | 2G, 3G, 4G, 5G |
RAM | 8GB |
Android Version | Android 14 |
Vivo Y37 Pro Display
6.68 ઇંચ ની HD+ IPS LCD ડિસ્પ્લે ધરાવે છે આ મોબાઈલ. જેમાં 120Hz રિફ્રેશ રેટ અને 1,000 nits પીક બ્રાઇટનેસ છે.
આ પણ વાંચો : Rs 9999 માં લોન્ચ થયો Samsung Galaxy A06, દમદાર 50MP નો છે કેમેરો
Vivo Y37 Pro Camera
વિવો Y37 Pro પાસે ડ્યુઅલ રીઅર કેમેરા આપેલ છે, જેમાં 50-મેગાપિક્સલનો પ્રાથમિક સેન્સર અને 2-મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર છે. ફ્રન્ટ-ફેસિંગ કેમેરા સેલ્ફી અને વિડિયો કૉલ્સ માટે 5-મેગાપિક્સલ સેન્સર આપેલ છે. HDR, Panorama, Leica lenses જેવા ફિચર્સ પણ છે. જેની મદદથી તમે 1080p@30fps વિડિયો રેકોર્ડિંગ પણ કરી શકો છો.
Vivo Y37 Pro Processor
વિવો Y37 Pro નો પ્રોસેસર વિશે જણાવીએ તો, આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો, જે મિડ-રેન્જથી હાઇ-એન્ડ પ્રદર્શનમાં કાર્ય કરે છે.
આ પ્રોસેસર ઉચ્ચ પ્રદર્શન, સુમેળમય મલ્ટીટાસ્કિંગ, અને હેવી ગેમિંગ અનુભવ પૂરો પાડવા માટે બનાવવામાં આવે છે. Snapdragon એ ઝડપ, કાર્યક્ષમતા, અને સારી બેટરી પર્ફોર્મન્સ માટે જાણીતી છે.
Vivo Y37 Pro Battery
આ સ્માર્ટફોન માં 6000 mAh ની non-removable બેટરી છે, જે આરામથી એક દિવસ તો ચાલી શકે છે. વાત કરીએ ચાર્જિંગ ની તો 44W (વાયર્ડ) છે જે 36 મિનિટમાં 50% ફોનને ઝડપથી ચાર્જિંગ કરી દે છે. આ ફોન USB Type-C સ્ટાન્ડર્ડ ચાર્જિંગ પોર્ટ ધરાવે છે.
Y37 Pro Storage & Colors
ઇન્ટરનેટ પરથી મળતી માહિતી મુજબ Y37 Pro માં 8GB + 256GB રેમ અને સ્ટોરેજ ઉપલબ્ધ છે. વાત કરીએ કલર વેરીએન્ટની તો નિલોવિયેટ બ્લુ, પર્લ વ્હાઇટ, મિડનાઇટ બ્લેક અને સનસેટ ઓરંજ કલરમાં ઉપલબ્ધ થશે.
દમદાર છે Y37 Pro ની ડીઝાઈન
Vivo Y37 Proની ડિઝાઇન મોર્ડન અને સ્ટાઈલિશ છે, જે ખાસ કરીને યુવાનોને ધ્યાને રાખીને બનાવવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં સ્લિમ અને સરળ બોડી છે, જે મેટલિક ફિનિશ સાથે આવે છે, જેથી તે પ્રીમિયમ અને આકર્ષક લાગે છે.
બાજુમાં ફિંગરપ્રિન્ટ સેન્સર બટન્સ સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે. ફોનના રંગો અને ડિઝાઇન પૉલિશ્ડ છે, જે તેને આધુનિક દેખાવ સાથે દરેક માટે આકર્ષક બનાવે છે.
આ પણ વાંચો: આવી રહ્યો છે Realme P2 Pro, 80W નું ફાસ્ટ ચાર્જિંગ અને 3 ખાસ ફિચર્સ સાથે
Vivo Y37 Pro Price In India
હવે વાત કરીએ આ ફોનની કિંમત વિશે, તો ભારતમાં Y37 Proની કિંમત હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પણ આશરે Rs 15,000 જેટલી કિંમત હશે. (ચીનમાં Rs 21000 છે)