200MP દમદાર કેમેરા સાથે આવી રહ્યો છે Vivo X100 Ultra, ગજબના છે ફિચર્સ

ભારતના માર્કેટમાં Vivo લઈને આવી રહ્યું છે એક ધમાકેદાર સ્માર્ટફોન. Vivo પોતાના પ્રીમિયમ સ્માર્ટફોનની સિરીઝમાં એક નવું મોડેલ લઈને આવી રહ્યું છે. આ નવા સ્માર્ટફોનનું નામ છે Vivo X100 Ultra. 200MP કેમેરા સાથે આવતા આ સ્માર્ટફોનમાં ઘણા એવા ફિચર્સ છે જે લોકોને આ ફોન ખરીદવા માટે આકર્ષી રહ્યા છે. ચાલો જાણીએ કે એવું તે શું સ્પેશિયલ છે આ સ્માર્ટફોનમાં

Vivo X100 Ultra Specifications

હજુ સુધી આ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ નથી થયો પરંતુ ઈન્ટરનેટ પર તેના Specifications જોવા મળી રહ્યા છે, જે નીચે મુજબ છે.

વિશેષતાઓવિગતો
Display6.78 inches, LTPO AMOLED
Main Camera200MP + 50MP + 50MP
Selfie Camera50MP
Battery5500 mAh
Charger80W
Network2G, 3G, 4G, 5G
Memory256GB + 12GB RAM,
512GB + 16GB RAM,
1TB + 16GB RAM
Android VersionAndroid 14, OriginOS 4
હવે આ ફોનના ફીચર્સ ની વિગત વાત કરીએ.

Vivo X100 Ultra Display

આ ફોનમાં 6.78″ inch ની 3d Curved Display આપેલી છે. જે QHD+ Resolution અને 120Hz નો રીફ્રેશ રેટ ધરાવે છે. LTPO Amoled Panel અને 3000Nits જેટલી પિક બ્રાઇટનેસ ધરાવતી આ ડિસ્પ્લે થી ધોમ તડકામાં પણ ક્લિયર જોઈ શકાય છે.

આ જ ડિસ્પ્લેમાં નીચેના ભાગમાં Ultrasonic સ્ટાઈલનું Indisplay Fingureprint scanner પણ આપેલું છે.

Vivo X100 Ultra Camera

વાત કરીએ કેમેરાની તો આ સ્માર્ટફોન DSLR ને પણ ટક્કર આપે એવો દમદાર Ziess કેમેરા સેટઅપ ધરાવે છે. દેખાવ માં આ ફોન કેમેરા મોન્સ્ટર જેવો દેખાઈ રહ્યો છે. ફોનના Main કૅમેરા ની વાત કરીએ તો, Primary 50MP નો કેમેરો છે જેમાં OIS અને અન્ય ઘણા ફિચર્સ છે. તેના સિવાય, 50 MP નો Ultrawide કેમેરો છે જે AutoFocus પણ સપોર્ટ કરે છે. અને વાત કરીએ આ ફોનમાં આવેલ 200MP Periscope Telephoto કેમેરાની તો તેમાં 3.7x zoom અને High Quality Mecro Photo લઈ શકો છો. આ ફોનમાં બધા જ કેમેરા મોડ અને ફિચર્સ છે જે તેને એક મજબૂત કેમેરા ફોન બનાવે છે.

વાત કરીએ Front કૅમેરાની તો Display માં પંચહોલ કરેલ 50MP નો સેલ્ફી કેમેરા છે જે AutoFocus પણ સપોર્ટ કરે છે.

Vivo X100 Ultra માં છે દમદાર Processor

આ દમદાર કેમેરા ફોનને ઝડપી બનાવવા માટે તેમાં Qualcomm SM8650-AB Snapdragon 8 Gen 3 (4 nm) પ્રોસેસર આપેલું છે. Octa-core CPU ધરાવતો આ ફોન High-end Gaming અને Video માં ક્યાંય પાછી પાની નથી કરતો.

વાત કરીએ આ ફોનના RAM અને ROM ની તો અલગ અલગ ત્રણ વેરિયન્ટમાં આ ફોન ઉપલબ્ધ છે. 256GB + 12GB RAM, 512GB + 16GB RAM અને 1TB + 16GB RAM. આ ફોનમાં UFS 4.0 Storage આપ્યું છે જેથી RAM મેનેજમેન્ટ અને મલ્ટી ટાસ્કિંગમાં આ ફોન બિલકુલ Smoth કામ કરે છે.

Vivo X100 Ultra Battery

આટલા Heavy ફોનમાં 5500mAh ની બેટરી છે. આ ફોન 80W ની વાયર અને 30W ના વાયરલેસ ચાર્જિંગ ને સપોર્ટ કરે છે. એટલું જ નહીં આ ફોન રિવર્સ વાયરલેસ ચાર્જિંગ ને પણ સપોર્ટ કરે છે, જે તમે બીજા ફોન કે buds ને આરામથી ચાર્જ કરી શકો છો.

Vivo X100 Ultra છે વોટરપ્રૂફ

વિવો દ્વારા આ મોબાઇલને IP69 Rating બનાવાવમાં આવ્યો છે જેથી પાણીમાં સરળતાથી કામમાં લઈ શકો છો. Waterproof બોડી ધરાવતો આ મોબાઈલ ઊંડા પાણીમાં પણ સુરક્ષિત રહે છે.

આ પણ વાંચો : આવી રહ્યો છે Infinix Hot 50 5G, ઓછી કિંમતમાં આપશે વધુ ફિચર્સ

Vivo X100 Ultra Price In india

હવે વાત કરીએ સૌથી મુખ્ય મુદ્દા એટલે કે આ ફોનની કિંમત વિશે તો તમને જણાવી દઈએ કે આ સ્માર્ટફોન હજુ સુધી ભારતના માર્કેટમાં લોન્ચ થયો નથી. જેથી અત્યારથી તેની કિંમત વિશે અંદાજ લગાવવો જરા મુશ્કેલ છે.

ટુંકમાં વાત કરીએ તો, આ એક Flagship ફોન છે જે લોકો Performance, Camera વધારે પ્રેફર કરે છે તેમના માટે છે. જે લોકો Photography કે Videography માટે ફોન શોધી રહ્યા હોય તેમના માટે આ ફોન એક સારી પસંદ બની શકે છે.

આ પણ વાંચો : દમદાર પ્રોસેસર સાથે આવી રહ્યો છે Realme Narzo 70 Turbo 5G, ગેમિંગ માટે છે બેસ્ટ

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!