Vivo દર મહિને નવા સ્માર્ટફોન સાથે સ્માર્ટવોચ પણ લોન્ચ કરે છે. તાજેતરમાં, Vivoએ Apple Watch જેવી જ ડિઝાઇન ધરાવતી Vivo Watch 3 બહાર પાડી છે.
આ Vivo Watch 3 ના માત્ર સ્ટાઇલિશ છે, પરંતુ તેમાં ઘણા ઉપયોગી ફિચર્સ આવે છે, જે ખાસ કરીને તમારી ફિટનેસ અને ડિજિટલ જીવનશૈલીને વધુ સરળ અને તંદુરસ્ત બનાવવામાં મદદ કરે છે. ચાલો જાણીએ શું મળશે નવા ફિચર્સ
Vivo Watch 3 Design
Vivo Watch 3માં મજબૂત અને ભવ્ય ડિઝાઇન છે, જેમાં રાઉન્ડ ડાયલ અને 1.43 ઈંચની AMOLED ડિસ્પ્લે છે. આ ડિસ્પ્લે AOD (Always-on Display) ફીચર સાથે આવે છે. વોચની ડિઝાઇન સારી ગુણવત્તાવાળા રબરના પટ્ટા અને ચામડાના પટ્ટા સાથે આવે છે,જે બદલી પણ શકાય છે.
કલરફુલ છે Vivo Watch 3 ની ડિસ્પ્લે
1.43 ઈંચની AMOLED ડિસ્પ્લે 466 × 466 પિક્સેલ રિઝોલ્યુશન સાથે આવે છે, જે ક્રિસ્પ અને કલરફુલ ગ્રાફિક્સ આપે છે. આ HD ડિસ્પ્લે સરળ નોટિફિકેશન વંચવા અને ફોન પરની મલ્ટીટાસ્કિંગ માટે ખૂબ જઅનુકૂળ છે.
16 દિવસ સુધી ચાલે છે બેટરી
Vivo Watch 3માં 505mAhની બેટરી છે, જે તમને 16 દિવસ સુધીનો બેટરી બેકઅપ આપે છે. આ વોચને બ્લૂટૂથ મોડમાં લાંબા સમય સુધી એટલે કે 2 અઠવાડિયાથી વધુ નિરંતર ચાર્જ કર્યા વગર ઉપયોગ કરી શકાય છે, જે ફિટનેસ ટ્રેકિંગ અને રોજના ઉપયોગ માટે સારી છે.
અન્ય ફિચર્સ
આ વોચમાં 100થી વધુ સ્પોર્ટ્સ મોડ્સ અને AI આધારિત ફિટનેસ કોચિંગ સુવિધા છે, જે તમને વર્કઆઉટ કરવામાં મદદ કરે છે.
8-ચેનલ હાર્ટ રેટ અને 16-ચેનલ બ્લડ ઓક્સિજન મોનિટરિંગ સેન્ટર્સ સાથે સ્ટાર રિંગ સ્ટાઇલ સેન્ટર લેઆઉટ આપવામાં આવ્યું છે, જે વધુ સચોટ અને વિગતવાર હેલ્થ ડેટા મેળવવા માટે બનાવવામાં આવ્યું છે
NFC આધારિત પેમેન્ટ્સ માટે સપોર્ટ, અને eSIM મોડેલ સાથે બ્લૂટૂથ, LTE કનેક્ટિવિટી પણ ઉપલબ્ધ છે, જેથી તમે વોઇસ કોલ અમે અન્ય કામ મોબાઇલ કનેક્શન વગર કરી શકો છો, તે પાણીમાં પણ ચાલુ રહે છે.
આ વોચમાં તમને જરૂરી એપ્સ અને ડેટા રાખવા માટે 4GB સ્ટોરેજ મળે છે.
Vivo Watch 3માં ફનટચ OS સાથેનો તેના ફોન સાથે કનેક્ટિવિટી છે, જેથી તમે સીધા તમારા હાથમાંથી કૉલ્સ, મ્યુઝિક કન્ટ્રોલ વગેરે કરી શકો છો.
Vivo Watch 3 Price In India
આ વોચની કિંમત વિશે વાત કરીએ તો, મૂન વ્હાઇટ ચામડાના પટ્ટા સાથેની કિંમત Rs 14,999 છે અને રબરના પટ્ટા સાથે એસ્ટરોઇડ બ્લેકની કિંમત Rs 13,999 છે. જે Vivoની ઓફીસિયલ વેબસાઇટ પર ખરીદી માટે ઉપલબ્ધ છે.
Vivo Watch 3 એ તમારો નવો ડિજિટલ સાથીદાર છે, જે ફિટનેસ અને ફેશનના દૃષ્ટિકોણથી આકર્ષક અને સુવિધાજનક છે.