iPhone જેવો દેખાતો Tecno Spark Go 1 લોન્ચ થયો, કિંમત છે માત્ર Rs 7,299

Tecno Spark Go 1 | સસ્તા બજેટમાં iphone જેવો દેખાતો મોબાઈલ શોધી રહ્યા હોવ તો તમારા માટે આવી ગયો છે Spark Go 1. ડિઝાઇનમાં આકર્ષક દેખાતા આ મોબાઈલની કીંમત પણ ખૂબ જ ઓછી છે.

Tecno દ્વારા અલગ અલગ બજેટમાં સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. ખૂબ જ ઓછા બજેટમાં એક સારો ફોન શોધી રહ્યા હોવ તો Spark Go 1 તમારા માટે એક સારી પસંદગી બની શકે છે. ચાલો જોઈએ આ સ્માર્ટફોનમાં કયા કયા ફિચર્સ આવે છે.

ઓછા બજેટમાં મળશે ઘણા ફિચર્સ

Tecno ના આ નવા સ્માર્ટફોનમાં ઘણા એવા ફિચર્સ છે જે પ્રીમિયમ ફોનમાં જ જોવા મળે છે. ડિસ્પ્લે થી લઈને બેટરી અને રેમ સુધી ઘણા અદભુત ફીચર છે સજજ છે આ મોબાઈલ. આકર્ષક ડિઝાઇન, દમદાર પ્રોસેસર અને સારો કેમેરો આપ્યો છે નવા Tecno Spark Go 1 માં. તો ચાલો વિગતે વાત કરીએ ટેકનો ના આ નવા સ્માર્ટફોનના ફિચર્સ વિશે.

120 Hz રીફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે

Tecno Spark Go 1 ભલે ખૂબ જ ઓછી કિંમતમાં લોન્ચ થશે પરંતુ તેમાં 120 Hz રિફ્રેશ રેટ ધરાવતી 6.67 inch Smoth Display આપેલી છે. HD+ IPS LCD પ્રકારની આ ડિસ્પ્લે 720 x 1600 pixels, 20:9 (263 ppi density) નું રેજુલેશન ધરાવે છે. આમ જોવા જઈએ તો 8000 થી ઓછી કિંમતમાં આ પહેલો એવો ફોન છે જે આટલી સારી ડિસ્પ્લે ધરાવે છે.

Tecno Spark Go 1 Camera

સ્માર્ટ ફોનમાં ડિસ્પ્લે જેટલું જ મહત્વ કેમેરાનું પણ છે. આ સ્માર્ટફોન માં 13 MP નો રીયલ કેમેરા છે, જેના દ્વારા તમે સારા ફોટા ક્લિક કરી શકો છો. Dual-LED flash અને HDR, Digital Zoom, Auto Focus જેવા ફીચર્સ પણ ધરાવે છે. આ કેમેરા દ્વારા તમે 1080p@30fps સુધીનો વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો.

હવે વાત કરી આ ફોનના સેલ્ફી કેમેરાની તો આ ફોન 8MP નો ફ્રન્ટ કેમેરો ધરાવે છે. જેના દ્વારા તમે સેલ્ફી અને વિડિયો રેકોર્ડિંગ કરી શકો છો.

Tecno Spark Go 1 માં છે 5000mAh ની બેટરી

વાત કરી આ ફોનની બેટરી વિશે તો આ ફોનમાં 5000 mAh ની બેટરી છે. કંપનીનો દાવો છે કે સામાન્ય વપરાશમાં આ ફોન ની બેટરી બે દિવસ ચાલશે. સાથે આ ફોન માં 15w નું ફાસ્ટ ચાર્જિંગ છે, જે આ ફોનને ઝડપથી ચાર્જ કરી શકે છે. આ ફોન Type C ચાર્જર સપોર્ટ કરે છે. આટલા ઓછા બજેટમાં બેટરી અને ચાર્જર ની બાબતમાં આ ફોન એકદમ પરફેક્ટ છે.

Tecno Spark Go 1 Processor

દમદાર સ્પીડ માટે ફોનમાં એક પાવરફુલ પ્રોસેસર હોવું જરૂરી છે. આ ફોનમાં Unisoc T615 પ્રોસેસર છે. તે Octa-core (1.8 GHz, Dual core, Cortex A75 + 1.6 GHz, Hexa Core, Cortex A55) CPU ધરાવે છે.

હાલ આ ફોન Android 14 પર આવી રહ્યો છે. આ ફોનમાં Android Go હોવાથી એન્ડ્રોઇડ ની નવી અપડેટ આ ફોનમાં સૌથી પહેલા મળશે. Android Go હોવાથી આ ફોનમાં વધારાના Apps નહિ હોય જેથી આ ફોન ફાસ્ટ હશે.

Tecno Spark Go 1 Storage

વાત કરીએ આ ફોનના RAM અને Storage વિશે તો આ ફોન 4GB રેમ ધરાવે છે. આ Ram વધારીને 8 GB કરી શકો છો જે કંપની દ્વારા પ્રમોશનમાં દર્શાવવામાં કરવામાં આવ્યું છે. આ ફોન માં 64GB ની ઇન્ટર્નલ સ્ટોરેજ છે તમે એક્સ્ટર્નલ સ્ટોરેજ માટે મેમરી કાર્ડ પણ લગાવી શકો છો.

Tecno Spark Go 1 Design

IP54 રેટિંગ ધરાવતા આ મોબાઇલની ડિઝાઇન ખૂબ જ આકર્ષક છે. બેક સાઈડમાં iphone ની જેમ કેમેરા સેટ અપ છે. ફ્રન્ટ સાઇટ ડિસ્પ્લેમાં પંચ હોલ સેલ્ફી કેમેરા છે. ડિઝાઇન ની બાબતમાં આ ફોન પ્રીમિયમ ફોન જેવો દેખાય છે.

આ પણ વાંચો : આવી ગયો છે ત્રણ વખત ફોલ્ડ થાય તેવી ડિસ્પ્લે ધરાવતો નવો સ્માર્ટફોન Tecno Phantom Ultimate 2

Tecno Spark Go 1 અન્ય ફિચર્સ

કંપની દ્વારા કરવામાં આવેલ દાવા મુજબ આ સ્માર્ટફોન 4+ વર્ષથી વધુનું સરળ, લેગ-ફ્રી પરફોર્મન્સ ઓફર કરે છે. ટકાઉપણું અને સુસંગતતા માટે એન્જિનિયર્ડ, તે પ્રથમ દિવસથી 50 મહિના અને તે પછીના સમયગાળા દરમિયાન તેના સેગમેન્ટમાં અન્ય મોબાઈલ કરતાં વધુ સારો દેખાવ કરતા વિશ્વસનીય યુજર એક્સપિરિયન્સની ખાતરી આપે છે.

કિંમતમાં ખૂબ જ સસ્તો છે Spark Go 1

4GB +64GB ની કિંમત રૂ 7,299 છે. TECNO SPARK GO 1 Startrail Black, Glittery White અને Lime Green એમ ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે. આ સ્માર્ટફોન 6ઠ્ઠી સપ્ટેમ્બર, 2024થી ભારતભરના ઓફલાઈન સ્ટોર્સ અને ઓનલાઈન ઉપલબ્ધ છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!