50MP કેમેરો, 8 GB રેમ સાથે લોન્ચ થયો સસ્તો અને સારો Samsung Galaxy S24 FE

Samsung દ્વારા Samsung Galaxy S24 FE સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. કંપનીએ આ ફોનના તમામ ફીચર્સ જાહેર કર્યા છે. આ સ્માર્ટફોન AMOLED ડિસ્પ્લે સાથે આવે છે. તેમાં Exynos 2200e પ્રોસેસર છે. ફોન 50MP + 12MP + 8MP ના ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ સાથે આવે છે. આમાં તમને ફ્લેગશિપ લેવલના ઘણા ફીચર્સ મળે છે.

આ સ્માર્ટફોનમાં AMOLED ડિસ્પ્લે, Exynos પ્રોસેસર અને AI ફીચર્સ છે. આ ઉપરાંત, તમને આ ફોનમાં 7 વર્ષની સુરક્ષા અપડેટ્સ પણ મળશે. Galaxy S24 FE માં જનરેટિવ એડિટ, પોટ્રેટ સ્ટુડિયો, એડિટ સજેશન, સર્કલ ટુ સર્ચ, લાઈવ ટ્રાન્સલેશન અને નોટ આસિસ્ટન્ટ જેવી ઘણી AI સુવિધાઓ મળશે. ચાલો જાણીએ આ સ્માર્ટફોનના ખાસ ફીચર્સ.

પ્રીમિયમ લાગે છે Samsung Galaxy S24 FE ની ડિઝાઇન

આ સ્માર્ટફોનની ડીઝાઈન આધુનિક અને પ્રીમિયમ લાગે છે, જે S સિરીઝને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. આ ફોનને સુરક્ષા માટે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનની બોડીને IP68 ધૂળ અને પાણી પ્રતિરોધક રેટિંગ આપવામાં આવી છે, જે તેને ટકાઉ બનાવે છે. ડિવાઇસમાં રિસાયકલ્ડ મટિરિયલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ, અને કાચ જેવા ઘટકોનો સમાવેશ થાય છે, જે પર્યાવરણની દૃષ્ટિએ અનુકૂળ છે.

FHD+ છે Samsung Galaxy S24 FE માં ડિસ્પ્લે

Samsung Galaxy S24 FE માં 6.7-ઇંચનું FHD+ ડાયનામિક AMOLED 2X ડિસ્પ્લે છે, જે સાથે 120Hz એડેપ્ટિવ રિફ્રેશ રેટ અને 1900 Nits ની પીક બ્રાઇટનેસ સાથે આવે છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ Victus+ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન Exynos 2400e પ્રોસેસર પર કામ કરે છે.

Samsung Galaxy S24 FE Storage

આ ફોનમાં 8GB રેમ અને 128GB/256GB સ્ટોરેજનો વિકલ્પ છે. ફોન Android 14 પર આધારિત OneUI 6.1 પર કામ કરે છે. આમાં તમને AI ના તમામ ફીચર્સ મળશે, જે કંપની તેના ફ્લેગશિપ ડિવાઈસમાં આપે છે. આ સ્માર્ટફોન 7 વર્ષના OS અને સુરક્ષા અપડેટ્સ સાથે આવે છે.

Samsung Galaxy S24 FE Battery

આ સ્માર્ટફોનને પાવર આપવા માટે 4700mAh બેટરી આપવામાં આવી છે. તેમાં 25Wનું વાયર્ડ ચાર્જિંગ છે. ફોન વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.

Samsung Galaxy S24 FE કેમેરા

ફોનમાં 50MP મુખ્ય લેન્સ, 8MP ટેલિફોટો લેન્સ અને 12MP અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ છે. ફ્રન્ટમાં, કંપનીએ 10MP સેલ્ફી કેમેરો આપ્યો છે. જે ખાસ કરીને શ્રેષ્ઠ સેલ્ફી આપવા માટે વિકસાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, આ સ્માર્ટફોનમાં કેમેરા સિસ્ટમ AI ઇરેઝર અને AI ફોટો એન્હાન્સ જેવી AI સુવિધાઓ દ્વારા સમર્થિત છે, જેથી ઇમેજ સંપાદિત કરવાની પ્રક્રિયાને સરળ અને વધુ શ્રેષ્ઠ બનાવવામાં આવ્યો છે.

Samsung Galaxy S24 FE Price In India

કંપનીએ આ ફોનને બે કન્ફિગરેશન અને ત્રણ કલર વેરિએન્ટમાં લોન્ચ કર્યો છે. તમે તેને વાદળી, ગ્રેફાઇટ અને મિન્ટમાં ખરીદી શકશો. સેમસંગે ભારતીય બજારમાં તેની કિંમતો જાહેર કરી નથી. જો કે વૈશ્વિક બજારમાં તેની કિંમત જાહેર કરવામાં આવી છે. આ સ્માર્ટફોનની પ્રારંભિક કિંમત $649.99 (અંદાજે રૂ. 54,355) છે. આ ફોન કેટલાક દેશોમાં પ્રી-ઓર્ડર માટે પણ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો : 50MP સેલ્ફી કેમેરા સાથે આવી રહ્યો છે Samsung Galaxy M55s 5G, જાણો ફીચર્સ

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!