Samsung એક પછી એક નવા સ્માર્ટફોન લોન્ચ કરી રહ્યું છે જેમાંથી આ એક અદ્ભુત ફોન આવી રહ્યો છે, Samsung Galaxy Quantum 5. આ સ્માર્ટફોન AI ફંક્શન્સ અને ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફી સુરક્ષા સાથે Galaxy A55 નું ઊંચું વર્ઝન છે. આ ફોન High Security ને ધ્યાને રાખી બનાવવા માં આવ્યો છે.
જો તમે તમારા ડેટાને સુરક્ષિત રાખવા માટે ફોન શોધી રહ્યા છો, તો Samsung Galaxy Quantum 5 તમારા માટે યોગ્ય છે.
Samsung Galaxy Quantum 5 Features
વિશેષતાઓ | વિગતો |
Display | 6.7-inch, AMOLED ફુલ HD+ |
Main Camera | 64-12-5 megapixel |
Selfie Camera | 32-megapixel |
Battery | 5000 mAh |
Charger | 25W |
Network | 2G, 3G, 4G, 5G |
Memory | 256GB + 12GB RAM,512GB + 16GB RAM,1TB + 16GB RAM |
Android Version | Android 14 |
Resolution | 1080×2340 pixels |
Samsung Galaxy Quantum 5 Display
Quantum 5 માં, Super AMOLED ડિસ્પ્લે સાથે 120Hz રિફ્રેશ રેટ અને ફુલ HD+ રેઝોલ્યુશન ધરાવે છે. ડિસ્પ્લેની સાઈઝ 6.7 ઇંચ છે. Quantum સિરીઝમાં સામાન્ય રીતે High Quality ની ડિસ્પ્લે હોય છે, જે ઉત્તમ વિઝ્યુઅલ અને સરળ સ્ક્રોલિંગ અનુભવ આપે છે. Samsung display ની વાત માં અન્ય બધા જ સ્માર્ટફોનને સીધી જ ટક્કર આપે છે.
Samsung Galaxy Quantum 5 Processor
Quantum સિરીઝની ડિવાઇસ તેના અદ્યતન સુરક્ષા અને પરફોર્મન્સ માટે જાણીતી છે. આ ફોનમાં Qualcomm Snapdragon પ્રોસેસરનો ઉપયોગ થાય છે, જેમાં Quantum Random Number Generator (QRNG) ચિપ સામેલ છે, જે યુઝર્સની માહિતીને વધુ સુરક્ષિત બનાવે છે.
આ સ્માર્ટફોન ફોન તમારા ડેટા અને પ્રાઇવસી માટે સુરક્ષા સુવિધાઓ સાથે, હેવી ટાસ્ક, ગેમિંગ, અને રોજબરોજના ઉપયોગ માટે શ્રેષ્ઠ રહેશે.
Samsung Galaxy Quantum 5 Camera
હવે આપણે વાત કરીએ Quantum 5 ના કેમેરા વિશે, તો આ ફોનમાં લેટેસ્ટ કેમેરા સેટઅપ આપેલ છે. આ સ્માર્ટફોન દમદાર કેમેરા સાથે આવે છે, જેમાં મુખ્ય કેમેરા 64 MP રેઝોલ્યુશન સાથે આવે છે, જે શાર્પ અને ડિટેલ્ડ ફોટોઝ લેવા માટે સક્ષમ છે. આ સાથે, અલ્ટ્રા-વાઇડ લેન્સ વ્યાપક દૃશ્યકોણ માટે, અને મેક્રો અથવા ટેલિફોટો લેન્સ નજીકના શોટ્સ અને ઝૂમિંગ માટે અતિ ઉત્તમ છે.
Quantum 5 ના ફ્રન્ટ કેમેરા દ્વારા તમે બેસ્ટ સેલ્ફી અને વિડીયો કોલ્સનો આનંદ માણી શકો છો, કારણ તે 32 MP ફ્રન્ટ કેમેરા સાથે આવે છે. કેમેરા માટે પણ આ ફોન એક સારો વિકલ્પ છે.
Samsung Galaxy Quantum 5 Battery
Quantum 5 માં, એક મોટી ક્ષમતાવાળી બેટરી છે. જેની ક્ષમતા 5,000mAh છે, જે લાંબા સમય સુધી ચાલે તેવી કંપની દાવો કરી રહી છે.
આ બેટરી Quantum 5 ને દિવસભર હેવી ઉપયોગ માટે યોગ્ય બનાવે છે, જેમાં ગેમિંગ, વિડિયો સ્ટ્રીમિંગ, અને મલ્ટિટાસ્કિંગનો સમાવેશ થાય છે, અને ફાસ્ટ ચાર્જિંગ દ્વારા તેને જલ્દીથી ચાર્જ પણ કરી શકાય છે.
Samsung Galaxy Quantum 5 Design
આ ફોન સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે જેથી તેની ડિઝાઇન સામાન્ય સ્માર્ટફોન કરતાં થોડીક અલગ છે. આ સ્માર્ટફોનમાં મેટલ ફ્રેમ અને બેક સાઈડમાં ગ્લાસ છે, જે દેખાવમાં એક દમ અદભુત લાગે છે. ખુબ જ આકર્ષક ડીઝાઇન ધરાવતા આ ફોનને પહેલી નજરે જોતા કોઈ પ્રીમીયમ ફોન જેવી ફીલિંગ આવે છે.
QRNG સુરક્ષા ચિપ Samsung Galaxy Quantum 5
આ સ્માર્ટફોનની મુખ્ય ખાસિયત એ છે કે તેમાં Quantum Random Number Generator (QRNG) ચિપ છે, જેનો ઉપયોગ સુરક્ષા વધારવા માટે થાય છે. આ ચિપ ક્વાન્ટમ ભૌતિકવિજ્ઞાનનો ઉપયોગ કરીને સાચા રેન્ડમ નંબર ઉત્પન્ન કરે છે, જે સિગ્નલ્સને એનક્રિપ્ટ કરવા અને ડીક્રિપ્ટ કરવા માટે ખાસ ઉપયોગી છે.
Samsung Galaxy Quantum 5 Price In india
હવે વાત કરીએ આપણે આ ફોનની કિંમત વિશે તો તમને જણાવી દઈએ કે આ Samsung Galaxy Quantum 5 ભારતમાં હજુ સુધી લોન્ચ થયો નથી. ઇન્ટરનેટ પર મળતી માહિતી મુજબ આ સ્માર્ટફોન ની કિંમત Rs 38,700 છે.
આ પણ વાંચો: આવી રહ્યો છે Infinix Hot 50 5G, ઓછી કિંમતમાં આપશે વધુ ફિચર્સ