50MP સેલ્ફી કેમેરા સાથે આવી રહ્યો છે Samsung Galaxy M55s 5G, જાણો ફીચર્સ

Samsung Galaxy M55s 5G | samsung ના ચાહકો માટે આવી રહ્યો છે એક નવો મોબાઈલ. Samsung લઈને આવી રહ્યું છે પોતાનો નવો મોબાઈલ Samsung Galaxy M55s 5G. દમદાર 50 MP ના સેલ્ફી કેમેરા સાથે આવી રહેલા આ ફોનમાં ગજબના ફિચર્સ છે.

થોડા સમય પહેલા દસ હજારથી ઓછા બજેટમાં સેમસેંગે Samsung Galaxy M05 અને Samsung Galaxy A06 લોન્ચ કર્યા હતા. હવે લોન્ચ થવા જઈ રહેલ M55s એ મીડ રેન્જ બજેટમાં લોન્ચ થવાનો છે. તો ચાલો વિગતવાર જોઈએ આ ફોનમાં નવું શું છે ?

Samsung Galaxy M55s 5G માં છે દમદાર કેમેરો

અત્યારના સમયમાં ફોન ખરીદતા પહેલા લોકો ચોક્કસ પણે તે ફોનના કેમેરા વિશે જાણી લે છે. Galaxy M55s 5G હાઈ-રિઝોલ્યુશન ફોટા અને વિડિયો શૂટ કરવા માટે 50MP OIS/No Shake બેક કેમેરો આપેલ છે.

વાત કરે ફ્રેન્ડ કેમેરાની તો, અદભૂત સેલ્ફી માટે 50MP હાઇ-રિઝોલ્યુશન ફ્રન્ટ કેમેરા પણ આપેલો છે. ફોનમાં ડ્યુઅલ રેકોર્ડિંગ ફીચર પણ છે જે એકસાથે પાછળના અને આગળના કેમેરાનો ઉપયોગ કરીને વીડિયો રેકોર્ડ કરી શકે છે. આટલું જ નહીં, તેમાં નાઈટફોટોગ્રાફી ફીચર પણ ઉપલબ્ધ છે જે ઓછા પ્રકાશના શોટ્સ અને વીડિયો કેપ્ચર કરવામાં મદદ કરે છે.

ટૂંકમાં કહીએ તો પાછળની સાઈડ 50MP મેઈન કેમેરો, 8MP ultra-wide અને 2MP macro એમ કુલ ત્રણ કેમેરા આપેલા છે.

120Hz રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે સાથે આવે છે Galaxy M55s

samsung નો મોબાઇલ હોય એટલે ડિસ્પ્લે ની વાત માં તો જોવું જ ના પડે. Samsung Galaxy M55s 5G માં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.7” ફુલ HD+ સુપર AMOLED+ ડિસ્પ્લે આપેલી છે. જે હાઈ રેજ્યુલેસન કલર કોન્ટ્રાસ્ટ આપે છે.

આ સાથે, Galaxy M55s માં વિઝન બૂસ્ટર ટેક્નોલોજી પણ હશે જેની મદદથી યુઝર તીવ્ર સૂર્યપ્રકાશમાં પણ તેમની મનપસંદ વીડિયો અને ગેમિંગ નો આનંદ માણી શકશે.

શકિતશાળી પ્રોસેસર

આ સ્માર્ટફોન Qualcomm Snapdragon 7 Gen 1 SoC પ્રોસેસર સાથે આવશે. મલ્ટીટાસ્કીગ અને ગેમિંગમાં આ પ્રોસેસર પાવરફુલ સાબિત થશે. Galaxy M55S ફોનમાં ઓક્ટા-કોર ચિપસેટ મળી શકે છે.

Samsung Galaxy M55s 5G Storage

સ્પીડ અને સ્પેસ માટે, આ ફોનમાં 8 જીબી રેમ અને 128 જીબી સુધીની ઇન-બિલ્ટ સ્ટોરેજ હોવાની શક્યતા છે. રેમ અને સ્ટોરેજ વિશેની ચોક્કસ માહિતી ફોન લોન્ચ થયા બાદ જ જાણવા મળશે.

મોટી બેટરી અને 45w નું ફાસ્ટ ચાર્જર

ઇન્ટરનેટ પરથી મળતી માહિતી મુજબ Galaxy M55s 5G માં 5,000 mAh બેટરી અને તેને ચાર્જ કરવા માટે 45W વાયર્ડ ચાર્જિંગ ટેકનોલોજી હોઈ શકે છે.

આ સ્માર્ટફોનમાં USB Type-C 2.0, Bluetooth 5.2, Wi-Fi 6, NFC, ફિંગરપ્રિન્ટ સેન્સર અને સ્ટીરિયો સ્પીકર્સ પણ હશે.

Samsung Galaxy M55s 5G Price In india

Galaxy M55s 5Gમાં સ્ટાઇલિશ ફ્યુઝન ડિઝાઇન છે અને તે અત્યંત પાતળી અને માત્ર 7.8 મીમીની પહોળાઈ સાથે આવશે. આ ફોન કોરલ ગ્રીન અને થન્ડર બ્લેક જેવા બે કલરમાં ઉપલબ્ધ હશે.

મળતી માહિતી મુજબ, Samsung Galaxy 55s 5G સપ્ટેમ્બરના અંતમાં લોન્ચ થઈ શકે છે અને તેની કિંમત રૂ.27,000 થી રૂ.30,000 વચ્ચેની હશે.

Samsung Galaxy M55s 5G Launch Date

કંપનીએ પુષ્ટિ કરી છે કે Samsung Galaxy M55s 5G ભારતમાં આવતા અઠવાડિયે એટલે કે 23 સપ્ટેમ્બરે લોન્ચ થશે. આ ફોન Amazon, Samsung.com અને પસંદગીના રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!