7,999₹ માં 50MP કેમેરો અને 5000mAh બેટરી વાળો Samsung Galaxy M05 લોન્ચ

Samsung Galaxy M05 | Samsung દર મહિને નવા સ્માર્ટફોન લોન્ચ કરે છે. Tecno Pova 6 Neo 5G અને Vivo Y37 Pro પછી Samsung પણ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે.

Samsung એ છેલ્લા કેટલાક સમયમાં અલગ રેન્જના સ્માર્ટફોન લોન્ચ કર્યા છે અને હવે એક સ્માર્ટફોન Samsung Galaxy M05 લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીએ ટીઝર શેર કર્યું છે જેમાં એક વીડિયો આવ્યો છે કે આ સ્માર્ટફોન Rs 7,999 ના બેજેટ સેક્શનમાં સૌથી પાતળો અને સૌથી વિશ્વસનીય સ્માર્ટફોન છે. ચાલો જાણીએ વધુ ફિચર્સ

Samsung Galaxy M05 Camera

50 MP ઉચ્ચ-રિઝોલ્યુશન વાળા ડ્યુઅલ કેમેરા (f/1.8) છે, જે તીક્ષ્ણ અને સચોટ ફોટોગ્રાફી માટે ઉપયોગી છે. અને અદભૂત સેલ્ફી માટે 8 MP ફ્રન્ટ કેમેરા (f/2.0) છે, સાથે FHD (1920*1080) વિડિયો રિઝોલ્યુશન પણ ધરાવે છે.

અદભુત છે Samsung Galaxy M05 ની ડીઝાઈન

આ ફોન 6.5 ઇંચની આઇપીએસ LCD ડિસ્પ્લે ધરાવે છે, જેમાં પ્લાસ્ટિક બોડી આપવામાં આવી છે, જેને તાકાત અને ટકાઉપણું માટે રચવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન વિવિધ રંગોમાં ઉપલબ્ધ છે, જેવા કે બ્લુ, બ્લેક, અને ગ્રે. આ ડિઝાઇન સરળ અને સુગમ છે, જે મિડ-રેન્જ સેમસંગ સેલફોન માટે વિશિષ્ટ છે.

Samsung Galaxy M05 Processor

સેમસંગ ગેલેક્સી M05 માં MediaTek Helio G85 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રોસેસર મિડ-રેન્જ ફોન માટે યોગ્ય છે અને દિવસપ્રતિદિનના ઉપયોગ માટે સારી કામગીરી આપે છે.

Samsung Galaxy M05 સ્ટોરેજ

સેમસંગ ગેલેક્સી M05 માં 64 GB ઇન્ટર્નલ સ્ટોરેજ અને 4 GB RAM છે, જે microSD કાર્ડ દ્વારા વધારી શકાય છે.

Samsung Galaxy M05 ડિસ્પ્લે

સેમસંગ ગેલેક્સી M05 માં 6.5 ઇંચની HD+ IPS LCD ડિસ્પ્લે છે, જે 720 x 1600 પિક્સેલ્સ રિઝોલ્યુશન ધરાવે છે. જે ઉચ્ચ ગુણવત્તાની સ્ક્રીન અને મલ્ટીમિડિયા અનુભવ માટે મદદ કરે છે. આમ જોવા જઈએ તો 8000 થી ઓછી કિંમતમાં આ પહેલો એવો ફોન છે જે આટલી સારી ડિસ્પ્લે ધરાવે છે.

Samsung Galaxy M05માં છે 5000mAh ની બેટરી

સેમસંગ ગેલેક્સી M05 માં 5000 mAh બેટરી છે. સાથે આ ફોન માં 30w નું ફાસ્ટ ચાર્જિંગ છે, જે આ ફોનને ઝડપથી ચાર્જ કરી શકે છે. આ ફોન Type C ચાર્જર સપોર્ટ કરે છે. આટલા ઓછા બજેટમાં બેટરી અને ચાર્જર ની બાબતમાં આ ફોન એકદમ પરફેક્ટ છે.

એક મોટી સમસ્યા છે આ ફોનને લઈને

આટલા ઓછા બજેટમાં આટલા સારા ફિચર્સ આપવા છતાં પણ આ ફોનમાં કંઇક ખૂટે છે એ છે 5G Network. ભારતમાં લોન્ચ થયેલ આ ફોન 5G સપોર્ટ કરતો નથી. હાલ ભારતમાં Jio, Airtel અને VI જેવી કંપનીઓ એ 5G લોન્ચ કરી દીધું છે ત્યારે નવો મોબાઈલ લેતા પહેલા તે 5G છે કે નહિ એ એક અગત્યનું પાસું છે.

Samsung Galaxy M05 launch in India

સેમસંગ ગેલેક્સી M05 ભારતમાં 27 જુલાઈ 2024 ના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો. જેની હાલ એમેઝોન પર ₹7,999 કિંમત છે અને flipkart પર પણ ₹7,999 જ છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!