Rs 9999 માં લોન્ચ થયો Samsung Galaxy A06, દમદાર 50MP નો છે કેમેરો

Samsung Galaxy A06 | ચોમાસાની આ ઋતુમાં ફોન લોન્ચિંગ નો વરસાદ થઈ રહ્યો છે ત્યારે samsung પણ એક બજેટ ફોન લઈને આવી રહ્યું છે. 10,000 થી ઓછી કિંમતમાં samsung પોતાનો નવો ફોન Samsung Galaxy A06 લોન્ચ કરી ચૂક્યું છે.

50 MP કેમેરા ધરાવતા આ સ્માર્ટફોન ની કિંમત 10,000 કરતા પણ ઓછી છે. ચાલો વિગતે જોઈએ કે આ ફોનમાં બીજા કયા નવા ફીચર્સ છે?

Samsung Galaxy A06 Features

samsung દ્વારા ફોન લોન્ચની સાથે નીચે મુજબના ફિચર્સનું પ્રમાણ માહિતી આપવામાં આવી છે.

વિશેષતાઓવિગતો
Display17.13 cm, PLS LCD
Main Camera50.0 MP + 2.0 MP
Selfie Camera8.0 MP
Battery5000 mAh
Charger25W
Network2G GSM, 3G WCDMA, 4G LTE FDD, 4G LTE TDD
ProcessorMediaTek G85, Octa-Core
Android VersionAndroid 14, OriginOS 4

Samsung Galaxy A06 Camera

નવો ફોન લેતા પહેલા ફોનના કેમેરા વિશે આપણે ચોક્કસ વિચારીએ છીએ. આ ફોનમાં 50 MP+ 2MP નો રીયલ કેમેરા સેટ અપ છે. આટલી ઓછી કિંમતમાં 50MP કેમેરો ફોટોગ્રાફીના શોખીન માટે વરદાન રૂપ છે.

આ ફોનમાં સેલ્ફી માટે 8MP ફ્રન્ટ કેમેરો પણ આપેલો છે. આટલા ઓછા બજેટ માં આ કેમેરા સેટઅપ સામાન્ય રીતે જોવા મળતું નથી.

Samsung Galaxy A06 Display

17.13 cm મોટી HD+ Display ધરાવે છે આ મોબાઈલ. 60Hz નો રીફ્રેશ રેટ ધરાવતી આ ડિસ્પ્લે માં વીડિયો અને ગેમિંગ સરળતાથી થઈ શકે છે. બાકી Display ની વાતમાં Samsung ના બજેટ સ્માર્ટફોન ઘણા પ્રીમિયમ ફોનને ટક્કર આપે છે.

Samsung Galaxy A06 Processor

ડિસ્પ્લે અને કેમેરા ની જેમ ફોન નું પ્રોસેસર પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ફોનમાં થતી બધી જ પ્રોસેસ આ પ્રોસેસર પર જ આધારિત હોય છે. આ ફોન માં Mediatek G85 પ્રોસેસર આપેલું છે, જે આ બજેટમાં એક સારું પ્રોસેસર છે. આ મોબાઈલમાં તમે સરળતાથી ગેમિંગ, વીડિયો પ્લે અને સોશિયલ મીડિયા સર્ફીંગ કરી શકો છો. Multi tasking માં આ ફોન સારું પરફોર્મન્સ આપી શકે છે.

Samsung Galaxy A06 Battery

વાત કરીએ ફોન ની બેટરી વિશે તો આ ફોનમાં એક 5000mAh ની બેટરી છે, જે સામાન્ય વપરાશમાં એક દિવસ આરામથી ચાલી જશે. સાથે અગત્યની વાત એ છે કે આ ફોન 25W નું Fast Charging સપોર્ટ કરે છે જેથી ખૂબ જ ઝડપથી ફોન ચાર્જ પણ થઈ જશે.

Samsung Galaxy A06 Storage

કંપની દ્વારા કરવામાં આવેલ લોન્ચિંગ મુજબ હાલમાં આ ફોન બે Storage વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. પ્રથમ 4GB RAM + 64GB અને બીજું 4GB RAM + 128GB

Samsung Galaxy A06 Design

ચોક્ક્સપણે કહી શકાય કે આ ફોનની ડીઝાઈન ખૂબ જ આકર્ષક છે. પાછળની બાજુએ આપેલ 2 કૅમેરા અને ફ્લેશ નું સેટઅપ એક પ્રીમિયમ ફોન નું લુક આપે છે. Fingerprint Scanner પણ Side માં Power બટન ની સાથે આપેલું છે. આ ફોનની બોડી એક દમ સ્લિમ અને સિમેટ્રિક છે જે આ ફોનને વધુ આકર્ષક બનાવે છે. સામાન્ય રીતે આટલા ઓછા બજેટમાં આ ફોન ખૂબ જ આકર્ષક ડીઝાઈન આપી રહ્યું છે. હાલ આ ફોન Black, Light Blue અને Gold એમ ત્રણ કલરમાં ઉપલબ્ધ છે.

એક મોટી સમસ્યા છે આ ફોનને લઈને

આટલા ઓછા બજેટમાં આટલા સારા ફિચર્સ આપવા છતાં પણ આ ફોનમાં કંઇક ખૂટે છે એ છે 5G Network. ભારતમાં લોન્ચ થયેલ આ ફોન 5G સપોર્ટ કરતો નથી. હાલ ભારતમાં Jio, Airtel અને VI જેવી કંપનીઓ એ 5G લોન્ચ કરી દીધું છે ત્યારે નવો મોબાઈલ લેતા પહેલા તે 5G છે કે નહિ એ એક અગત્યનું પાસું છે.

Samsung Galaxy A06 Price In India

આ સ્માર્ટફોનના ફિચર્સ જાણ્યા પછી હવે જાણી લઈએ આ ફોનની કિંમત. આ ફોનની ભારતમાં કિંમત 4GB RAM + 64GB માટે ₹9,999 અને 4GB RAM + 128GB માટે ₹11,499 છે.

આ પણ વાંચો : સોલીડ સુરક્ષા સાથે આવી રહ્યો છે Samsung Galaxy Quantum 5, અદ્ભુત છે ફીચર્સ

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!