આવી રહ્યો છે Realme P2 Pro, 80W નું ફાસ્ટ ચાર્જિંગ અને 3 ખાસ ફિચર્સ સાથે

Realme દ્વારા Realme P1 Pro 5G 15 એપ્રિલમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. પછી તરત જ આ સ્માર્ટફોનને લોન્ચ કરવાની વિચારણા હતી, પણ કંપનીએ હજુ સુધી આ Realme P2 Pro 5Gને ઇન્ડીયામાં લોન્ચ કરવાની જાહેરાત કરી નથી.

જો તમે ગેમિંગ માટે ઓછા બજેટમાં ફોન શોધી રહ્યા છો, તો Realme P2 Pro 5G તમારા માટે એકદમ પરફેક્ટ ફોન છે.

Realme P2 Pro 5G Features 

વિશેષતાઓવિગતો
Display6.7-inch, AMOLED Full HD+
Main Camera60-megapixel 
Selfie Camera32-megapixel
Battery5200 mAh
Charger80W
Network2G, 3G, 4G, 5G
Memory

128GB + 6GB RAM,
256GB + 8GB RAM512GB + 12GB RAM

Android VersionAndroid 14
Resolution2400×1080 pixels

Realme P2 Pro 5G Display

Realme ના ફોનમાં AMOLED ડિસ્પ્લે છે. જેમાં, 6.7 ઇંચની સ્ક્રીન સાથે, 2400 x 1080 પિક્સલનું Full HD+ રિઝોલ્યુશન પણ આપેલ છે. 90Hz કે 120Hz ના રિફ્રેશ રેટ સાથે, તમારું સ્ક્રોલિંગ સ્મૂથ અને સરળ લાગે છે. 1000 nits સુધીની બ્રાઇટનેસ થી તમારું વ્યૂ સ્પષ્ટ અને ઝળકતું રહે છે. અને ગોરિલ્લા ગ્લાસનો પ્રોટેક્શન સ્ક્રીનને નુકશાનથી સુરક્ષિત રાખે છે.

આ પણ વાંચો : Rs 9999 માં લોન્ચ થયો Samsung Galaxy A06, દમદાર 50MP નો છે કેમેરો

Realme P2 Pro 5G Camera

હવે વાત કરીએ આ ફોનના કેમેરાની તો, આ સ્માર્ટફોનમાં 60 MP Rear કેમેરા અને 32MP ફ્રન્ટ કેમેરા છે, જે સારી સેલ્ફી અને વિડિયો કોલિંગ નો અનુભવ આપે છે. તે અહી સ્માર્ટ આલ્ગોરિધમ્સ સાથે બ્યુટીફિકેશન મોડ, HDR, પોટ્રેટ મોડ, અને AI ઇન્હાન્સમેન્ટ ફીચર્સ પણ છે.

Realme P2 Pro 5G Processor

આ સ્માર્ટફોનમાં હાઈ-પરફોર્મન્સ પ્રોસેસર Snapdragon 870, 778G પ્રોસેસરનો ઉપયોગ થાય છે. આ પ્રોસેસર ઝડપી અને અસરકારક પરફોર્મન્સ અને સારી 5G કનેક્ટિવિટી આપે છે, જે ગેમિંગ અને મલ્ટીટાસ્કિંગ માટે ખૂબ જ સારું છે.

Realme P2 Pro 5G Storage

Realme દ્વારા આ સ્માર્ટફોન્સમાં વિવિધ સ્ટોરેજ ઓપ્શન્સ આપેલ છે, જેમ કે 128GB, 256GB, અને 512GB સ્ટોરેજ સાથે આવે છે, તેમાં 6GB, 8GB અને 12GB રેમ આપવામાં આવી છે.

Realme P2 Pro 5G Battery

Realme P2 Pro 5G ની બેટરી વિશે તમને જણાવી દઈએ કે કંપની આ ફોનને 5,200mAh સાથે લોન્ચ કરી રહી છે. જેમાં ખાસ વાત એ છે કે આ ફોન 80W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે, જેમાં Realme દાવો કરે છે કે માત્ર પાંચ મિનિટનું ચાર્જિંગ દોઢ કલાકનો ગેમિંગ સમય આપી શકે છે.

Realme P2 Pro 5G Design

આ સ્માર્ફોનની Design ખુબજ આકર્ષક છે, જેની ફ્રેમ સોનેરી કલરની છે, અને બેક સાઈડ કલર લીલા રંગમાં Realme P2 Pro 5G આકર્ષિત રીતે દેખાય છે. પાછળના કૅમેરા મોડ્યુલ, કેન્દ્રમાં સ્થિત છે અને એક સ્ક્વિકલ આકારમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે સોનેરી કિનારી સાથે પ્રકાશિત થયેલ છે. આ મોડ્યુલમાં બે કેમેરા અને એક LED ફ્લેશ છે.

કંપની ટીઝર વધુમાં જણાવે છે કે ફોનમાં ફ્રન્ટ-ફેસિંગ કેમેરા માટે કેન્દ્રિય રીતે મૂકવામાં આવેલ હોલ-પંચ કટઆઉટ સાથે ન્યૂનતમ બેઝલ્સ સાથે વક્ર ડિસ્પ્લે દર્શાવવામાં આવી છે.

Realme P2 Pro 5G Price In India

Realme નો આ ફોન કંપની દ્વારા હજુ સુધી લોન્ચ કરવામાં આવ્યો નથી. આ ફોન Flipkart પર 13 સપ્ટેમ્બર ના બપોરે 12 વાગ્યે લોન્ચ થશે. કિંમત વિશે પણ કોઈ ઉલ્લેખ કરેલો નથી, જેથી અમે તમને આ ફોનની કિંમત વિશે કોઈ માહિતી આપી શકતા નથી.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!