ભારતમાં Realme લાવી રહ્યું છે પોતાનો નવો ગેમિંગ ફોન. Realme તેની Narzo સિરીઝમાં એક નવો સ્માર્ટફોન લાવી રહ્યું છે Realme Narzo 70 Turbo 5G. કંપનીએ તાજેતરમાં ફોનની ડિઝાઇન અને ભારતમાં લોન્ચની તારીખની જાહેરાત કરી છે. જાણો આ ફોન ભારતમાં ક્યારે લોન્ચ થશે અને તેમાં શું ફીચર્સ છે.
જો તમે ઓછા બજેટમાં એક સારા પર્ફોર્મન્સ વાળો સ્માર્ટફોન શોધી રહ્યા છો તો આ ફોન તમારા માટે સારી પંસદગી હોઈ શકે છે.
Realme Narzo 70 Turbo Features
કંપનીએ આ ફોનને ભારતમાં હજુ સુધી લોન્ચ કર્યો નથી પરંતુ આ ફોનની વિશેષતાઓ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પરથી મળી રહે છે જે નીચે આપેલ મુજબ છે.
વિશેષતાઓ | વિગતો |
Display | 6.67-inch, ફુલ HD+ IPS LCD |
Main Camera | 50-megapixel + 13-megapixel |
Selfie Camera | 16-megapixel |
Battery | 5000 mAh |
Charger | 33W |
Network | 2G, 3G, 4G, 5G |
Memory | 128GB + 6GB RAM, 128GB + 8GB RAM |
Android Version | Android 14 |
Resolution | 2400×1080 pixels |
ચાલો હવે આપણે આ ફોનની બધીજ વિશેષતાઓ વિશે ડિટેલમાં જાણીએ.
આકર્ષક છે Realme Narzo 70 Turbo ની ડીઝાઈન
આ ફોન ગેમિંગ યુજરને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે જેથી તેની ડિઝાઇન સામાન્ય સ્માર્ટફોન કરતાં થોડીક અલગ છે. આ સ્માર્ટફોન ની બેક સાઈડમાં કાળા રંગના પટ્ટાની વચ્ચે આકર્ષક પીળો રંગ આપેલો છે જે ફોનના લુકને સુંદર બનાવે છે.
Realme Narzo 70 Turbo Display
6.7 inch ની ડિસ્પ્લે ધરાવતો આ ફોન IPS LCD પેનલ ધરાવે છે. 1080 x 2400 પિક્સલ્સ રિઝોલ્યુશન અને Full HD+ ડિસ્પ્લે છે આ નવા Realme ફોનમાં. સાથે સાથે આટલી ઓછી કિંમતમાં 90Hz નો રીફ્રેસ રેટ ધરાવે છે, જે સરળ સ્ક્રોલિંગ અને વધુ સારો વિઝ્યુઅલ અનુભવ આપે છે. તડકામાં પણ સારી રીતે જોઈ શકાય તે માટે આશરે 600 નિટ્સ પીક બ્રાઇટનેસ પણ છે. ગેમિંગ માટે સારો અને ઝડપી ટચ સેમ્પલીંગ રેટ પણ છે જેથી ગેમિંગ કરવામાં વધુ સરળતા રહે.
Realme Narzo 70 Turbo 5G camera
હવે વાત કરીએ આ ફોનના કેમેરાની તો, 50 MP + 13 MP Dual Rear Camera છે, જેનાથી 1080p @ 60 fps FHD Video Recording પણ કરી શકાય છે. LED ફ્લેશ અને HDR, પેનોરમા સપોર્ટ પણ આ ફોનમાં ઉપલબ્ધ છે. સાથે AI સ્ટેબિલાઇઝેશન પણ છે. આ કિંમતમાં આવતા અન્ય સ્માર્ટફોન સાથે સરખામણી કરીએ તો આ એક સારું કેમેરા સેટઅપ છે.
સેલ્ફી માટે ફ્રન્ટમાં 16 MP નો કેમેરો પણ છે.
Realme Narzo 70 Turbo 5G Battery
આ સ્માર્ટફોન માં 5000 mAh ની Li-Po બેટરી છે, જે આરામથી એક દિવસ તો ચાલી શકે છે. વાત કરીએ ચાર્જિંગ ની તો 33W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ આ ફોનને ઝડપથી ચાર્જિંગ કરી દે છે. આ ફોન USB Type-C સ્ટાન્ડર્ડ ચાર્જિંગ પોર્ટ ધરાવે છે.
Realme Narzo 70 Turbo 5G Processor
હવે વાત કરીએ Realme દ્વારા આ સ્માર્ટ ફોનને લઈને સૌથી વધુ હાઈલાઈટ કરવામાં આવેલ પોઇન્ટ એટલે તેના પ્રોસેસર ની.
Realme Narzo 70 Turbo 5G એ MediaTek Dimensity 7300 Energy 5G ચિપસેટ ધરાવે છે. Realme ની એક પ્રમોશનલ ફોટોમાં દાવો કરવામાં આવ્યો છે કે ફોનનો AnTuTu સ્કોર 7,50,000 છે. ફોનની જાડાઈ 7.6mm અને વજન 185g હશે. આ ફોનને ગેમિંગને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે જેથી તેમાં એક પાવરફુલ પ્રોસેસર હોવું જરૂરી છે. આ રેન્જમાં આવતા સ્માર્ટ ફોનમાં MediaTek Dimensity 7300 એક દમદાર પ્રોસેસર છે. જે ગેમિંગ, મલ્ટી ટાસ્કિગ અને High end Task માં ખુબ જ સારું પરફોર્મ કરશે.
Realme Narzo 70 Turbo Storage
લીક્સે પરથી મળતી માહિતી મુજબ Realme Narzo 70 Turbo 5G 6GB + 128GB, 8GB + 128GB, 8GB + 256GB અને 12GB + 256GB રેમ અને સ્ટોરેજ માં ઉપલબ્ધ હશે. વાત કરીએ કલર વેરીએન્ટની તો green, purple અને yellow કલરમાં ઉપલબ્ધ થશે.
Realme Narzo 70 Turbo Launch Date
Realme Narzo 70 Turbo 5G ભારતમાં 9 સપ્ટેમ્બરે IST બપોરે 12 વાગ્યે લોન્ચ થશે, કંપનીએ એક પ્રેસ રિલીઝમાં જાહેરાત કરી હતી. તે મોટરસ્પોર્ટ પ્રેરિત ડિઝાઇન સાથે આવશે. હેન્ડસેટ પાછળની પેનલની મધ્યમાં નીચે ચાલતા જાડા, પીળા વર્ટિકલ સ્ટ્રાઇપ સાથે કાળા શેડમાં દેખાય છે. એક સ્ક્વિકલ આકારનું કૅમેરા મોડ્યુલ પટ્ટાની અંદર કેન્દ્રિય રીતે મૂકવામાં આવેલ છે.
આ પણ વાંચો: 200MP દમદાર કેમેરા સાથે આવી રહ્યો છે Vivo X100 Ultra, ગજબના છે ફિચર્સ
Realme Narzo 70 Turbo 5G Price In india
હવે વાત કરીએ સૌથી મુખ્ય મુદ્દા એટલે કે આ ફોનની કિંમત વિશે તો તમને જણાવી દઈએ કે આ Realme Narzo 70 Turbo 5G ભારતમાં હજુ સુધી લોન્ચ થયો નથી. Amazon પર મળતી માહિતી મુજબ આ સ્માર્ટફોન 9 September ના બપોરે 12 વાગ્યે લોન્ચ થશે. આ સ્માર્ટફોન ની કિંમત વિશે કોઈ માહિતી આપેલ નથી, પરંતુ અંદાજિત 15 હજારની આસપાસની કિંમતે હોઈ શકે છે.