50 MP કૅમેરા અને દમદાર ફીચર્સ સાથે આવી રહ્યો છે સસ્તો ફોન Motorola G75 5G

Motorola G75 5G ભારતમાં 1 ઑક્ટોબરે લૉન્ચ થયો છે. આ નવા Moto G75 5Gમાં સ્ક્રીન પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5 આપવામાં આવ્યું છે. આ નવા Motorola G75 5G હેન્ડસેટમાં 6.78 ઇંચની મોટી ડિસ્પ્લે, 50MP ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ અને 5000mAhની મોટી બેટરી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. તમને Motorola ના આ નવા સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિસ્તારથી જણાવીએ.

Motorola G75 5G માં છે 6.78 ઇંચની મોટી ડિસ્પ્લે

Motorola G75 5G માં 6.78-ઇંચની FHD+ ડિસ્પ્લે છે, જે 1080 x 2460 પિક્સેલ્સ રિઝોલ્યુશન આપે છે. આ રિઝોલ્યુશન સાથે, તમે જબરદસ્ત શાર્પનેસ અને ડીટેઇલ્સ સાથે કંટેન્ટ સ્પષ્ટ જોઈ શકો છો. પછી ભલે તે મૂવીઝ હોય, વિડિયો હોય કે બ્રાઉઝિંગ હોય.

આ ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટ ધરાવે છે, જેનો અર્થ છે કે સ્ક્રીન પર ફોટોઝ તરત અપડેટ થાય છે. આનાથી સોશિયલ મીડિયા દ્વારા સ્ક્રોલ કરવું, રમતો રમવી અને ઝડપી-ગતિ ધરાવતા વિડિયોઝ જોવાનો ખૂબ જ સરળ અને મજા આવે છે.

Motorola G75 5G નો છે દમદાર કેમેરો

આ ફોનમાં મલ્ટી-કેમેરા સિસ્ટમ છે, જેમાં તમે વિવિધ સ્થિતિઓમાં બેસ્ટ ફોટોગ્રાફી કરી શકે છો. Motorola G75 5Gનો મુખ્ય કેમેરો 50 મેગાપિક્સલ નો છે, જેનો ઓબજેક્ટિવ ઓટો-ફોકસ (PDAF) ટેકનોલોજી સાથે આવે છે. નાઈટ મોડ જેવી સુવિધાઓથી તમે ઓછી લાઇટમાં પણ સારા ફોટા લઈ શકો છો. મોટા સેન્સરનો ઉપયોગ કરીને તે બ્રાઇટ અને શાર્પ ફોટા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે ખાસ કરીને ડ્રામેટિક ડીટેઇલ્સ માટે મહત્વપૂર્ણ છે. 8 મેગાપિક્સલ અલ્ટ્રા-વાઈડ-એંગલ કેમેરા તમને 118° ફીલ્ડ ઓફ વિઝન (FOV) આપે છે, જે વ્યાપક દ્રશ્યો કે ગ્રુપ ફોટોઝ લેવા માટે ઉપયોગી છે. 2MPનો મેક્રો લેન્સ તમને નાની વસ્તુઓની જબરદસ્ત ડીટેઇલ્સ સાથે ફોટા લઈ શકો છો, જેમ કે ફૂલની પાંખડી, ઈન્સેક્ટ્સ, અથવા અન્ય નાનાં પદાર્થો.

Motorola G75 5Gના ફ્રન્ટમાં 16 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા છે, જે પન્ચ-હોલ ડિઝાઇનમાં છે. 16MP સેલ્ફી કેમેરા સાથે તમે ક્વોલિટી સેલ્ફી ફોટોગ્રાફી લઈ શકો છો. તમારો સ્કીન ટોન અને લાઇટ કન્ડીશનને મેનેજ કરવા માટે HDR ટેક્નોલોજી અને બ્યુટી મોડ સાથે સેલ્ફી ક્વોલિટી સુધરે છે. 50MP પ્રાઈમરી કેમેરા 4K રિઝોલ્યુશન સુધી વિડીયો રેકોર્ડ કરી શકે છે, જેનાથી વિડિયોઝ વધુ શાર્પ અને વધુ ડીટેઇલ સાથે આવે છે. તમને ક્રિએટિવ રીતે વિડિયોઝ બનાવવા માટે વિવિધ મોડ્સ મળે છે, જેમ કે સ્લો-મોશન અને ટાઈમ-લેપ્સ.

5000mAhની બેટરી

Moto G75 5G સ્માર્ટફોનને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 30W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ડિવાઇસમાં 15W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે વાયર્ડ ચાર્જિંગથી ફોન માત્ર 25 મિનિટમાં 0થી 50 ટકા સુધી ચાર્જ થઈ જશે.

પાવરફુલ Qualcomm Snapdragon 695 5G પ્રોસેસર

Motorola G75 5G Qualcomm Snapdragon 695 5G પ્રોસેસર સાથે આવે છે, જે 6nm પ્રોસેસ ટેક્નોલોજી પર આધારિત છે. Snapdragon 695 એ 5G કનેક્ટિવિટી માટે ડિઝાઇન કરાયેલ મધ્યમ શ્રેણીના પ્રોસેસર્સમાંથી એક છે, જે મજબૂત પર્ફોમન્સ અને ઓછી પાવર વપરાશ માટે જાણીતું છે.

અત્યંત આધુનિક ડિઝાઇન છે Motorola G75 5G માં

Motorola G75 5Gના ડિઝાઇનને આધુનિક અને ફંક્શનલ દર્શાવવામાં આવ્યું છે. આ ફોનમાં IP52 વોટર રિપેલેન્ટ ડિઝાઇન છે, જે તેને સામાન્ય પાણીના છાંટા અને ધૂળ સામે રક્ષણ આપે છે. Motorola G75 5Gમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર છે, જે પાવર બટન સાથે મર્જ કરવામાં આવ્યું છે. આ ડિઝાઇન ફીચર થી તમે ઝડપી અને સરળ અનલૉકિંગ કરી શકો છો. Motorola G75 5Gને આકર્ષક રંગોમાં લૉન્ચ કરવામાં આવ્યો છે, જે તેનામાં વધારે પ્રીમિયમ અને એલીગન્ટ દેખાવ આપે છે. દરેક કલર ઓપ્શન ફોનના ગ્લોઝી બેક સાથે ફેશનેબલ અને સ્ટાઇલિશ લાગે છે.

Motorola G75 5G Price In India

Moto G 75 5G સ્માર્ટફોનના 8 GB રેમ અને 256 GB સ્ટોરેજ વેરિઅન્ટને યુરોપમાં 299 યુરો (લગભગ 27,000 રૂપિયા) માં લોન્ચ કરાવવામાં આવ્યો છે. આ ફોનને એક્વા બ્લૂ, ચારકોલ ગ્રે અને ગ્રીન કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે. હેન્ડસેટ લેટિન અમેરિકા અને એશિયાના પસંદગીના બજારોમાં ઉપલબ્ધ છે. Motorola G75 5G ની કિંમત હાલના અનુમાન મુજબ ભારતમાં ₹19,999ની આસપાસ હોવાની ધારણા છે.

Motorola G75 5G launch in India

Motorola G75 5G ઑક્ટોબર 2024 માં ઓફિસિયલ રીતે લૉન્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે તે વૈશ્વિક બજારોમાં પહેલેથી જ ડેબ્યૂ કરી ચૂક્યું છે, ભારતમાં ટૂંક સમયમાં ફ્લિપકાર્ટ અને મોટોરોલાના ઇન્ડિયા સ્ટોર દ્વારા લોન્ચ થવાની ધારણા છે.

આ પણ વાંચો : ના હોય, ફોનની ડિસ્પ્લેમાંથી જ આવશે અવાજ, Samsung Galaxy Z Flip 7 માં છે ખાસ ફિચર્સ

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!