તાજેતરમાં iphone 16 ખૂબ જ ચર્ચામાં છે. ખાસ કરીને લોકો તેના નવા એક્શન બટન વિશે વાત કરી રહ્યા છે. આ બધાની વચ્ચે ખૂબ જ સસ્તી કિંમતમાં લાવા પોતાનો નવો સ્માર્ટફોન Lava Agni 3 લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ ફોનમાં પણ iphone 16 જેવું એક્શન બટન આપેલું છે.
Lava Agni 3 ભારતમાં 4 ઑક્ટોબરે લૉન્ચ થવાનો છે. આ સ્માર્ટફોનમાં Mi 11 અલ્ટ્રા જેવું જ સેકન્ડરી ડિસ્પ્લે અને કસ્ટમાઇઝ કરી શકાય તેવી એક્શન બટન હશે. આ એક્શન બટન iPhone 15 Pro અને iPhone 16 સિરીઝથી પ્રેરિત છે. Lava Agni 3 ઘણા દમદાર ફીચર્સ સાથે આવે છે ચાલો વિગતવાર તેની ચર્ચા કરીએ.
Lava Agni 3 માં છે 2 ડિસ્પ્લે
લાવા અગ્નિ 3 માં અદભુત ડિસ્પ્લે આપેલી છે. બધા ફોનમાં સામેની સાઈડ તો ડિસ્પ્લે હોય છે પરંતુ આમાં પાછળની સાઈડ કેમેરાની બાજુમાં પણ એક ડિસ્પ્લે આપેલી છે. આ બંને AMOLED ડિસ્પ્લે છે. 120Hz સાથે 6.78 ઇંચ ફ્રન્ટ ડિસ્પ્લે અને કેમેરા મોડ્યુલની બાજુમાં પાછળના ભાગમાં 1.74 ઇંચ ની સેકન્ડરી AMOLED ડિસ્પ્લે આપેલી છે. આ મોબાઇલમાં Curve ડિસ્પ્લે છે જે યુઝર એક્સપિરિયન્સ ને ખુબ જ આરામદાયક બનાવે છે.
64MP નો પાવરફૂલ કેમેરો
નવો સ્માર્ટફોન ખરીદવો હોય અને તેમાં સારો કેમેરો ન હોય તો કેમ ચાલે ? લાવા અગ્નિ 3માં 64-મેગાપિક્સલનો મુખ્ય કૅમેરો, 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ લેન્સ અને 5-મેગાપિક્સલનો મેક્રો લેન્સ કેમેરો આપેલો છે. જે વિશાળ લેન્ડસ્કેપ્સ અને ક્લોઝ-અપ્સ બંને પ્રકારના ફોટો લેવા માટે બેસ્ટ છે.
ફ્રન્ટ માં, 32-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો સેલ્ફી પ્રેમીઓ અને વીડિયો કૉલ્સ માટે બેસ્ટ છે. નાઇટ મોડ અને આકર્ષક AI ફિચર્સ સાથે આવતા કેમેરામાં વિવિધ પ્રકારના ઘણા મોડ છે. જે તમારા ફોટોગ્રાફી એક્સપેન્સને ખૂબ જ વધારી દે છે.
ખૂબ જ આકર્ષક ડિઝાઇન સાથે આવે છે Lava Agni 3
લાવા એ પ્રથમ ભારતીય સ્માર્ટફોન બ્રાન્ડ છે જેણે iPhone જેવું એક્શન બટન રજૂ કર્યું છે. કિનારીઓ પર, ફોનમાં આ બટન હશે જે યુઝર ને શોર્ટકટ કસ્ટમાઇઝ કરવામાં મદદ કરશે. ટીઝર વિડિયો મુજબ, Lava Agni 3 ના પાછળના ભાગમાં ગ્લોસી ગ્લાસ છે, જે પ્રીમિયમ દેખાવની સાથે હાથમાં મજબૂત લાગે છે.
હાલ આ સ્માર્ટ ફોન બ્લેક અને વ્હાઇટ એમ બે કલર માં લોન્ચ થવાનો છે.
5000mAh ની બેટરી
ઇન્ટરનેટ પરથી મળતી માહિતી મુજબ આ સ્માર્ટફોનમાં 5000 mAh ની બેટરી હશે. આટલી મોટી બેટરી સામાન્ય વપરાશમાં એક દિવસ ચાલી શકે છે.
પાવરફૂલ MediaTek Dimensity 7300 પ્રોસેસર
Lava Agni 3 માં MediaTek Dimensity 7300 પ્રોસેસર છે. 8GB RAM અને 128GB ઈન્ટરનલ સ્ટોરેજ સાથે આવતા આ ફોનમાં યુઝર્સ ઘણી બધી એપ્લીકેશનો એક સાથે રન કરી શકશે.
નવો આવી રહેલ Lava Agni 3 સ્માર્ટફોન Nothing CMF Phone 1, iQOO Z9s અને Moto Edge 50 Neo ને ટક્કર આપશે. રિપોર્ટ મુજબ , MediaTek Dimensity 7300 પ્રોસેસર નો એન્ટુટુ બેન્ચમાર્ક સ્કોર લગભગ 770,000 છે, જે તેના હાઈ પ્રોસેસરનો પુરાવો આપે છે.
Lava Agni 3 Price In india
તેના ટીઝરમાં, લાવા એ સંકેત આપી રહ્યું છે કે અગ્નિ 3 એ મિડ-રેન્જ સ્માર્ટફોન તરીકે દર્શાવવામાં આવશે, જેની કિંમત 30,000 રૂપિયાથી ઓછી છે. સરખામણી માટે, તેની પુરોગામી, Lava Agni 2, ભારતમાં રૂ. 21,999 માં લોન્ચ કરવામાં આવી હતી.
Lava Agni 3 Launch Date
કંપની દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ Lava Agni 3 4 ઓક્ટોબરના રોજ લોન્ચ થવાનો છે. આ સ્માર્ટફોન એમેઝોન પર લોન્ચ થવાનો છે.
મીડ રેન્જમાં લોન્ચ થનાર આ ફોન લોકોમાં કેટલી હદે પસંદ કરવામાં આવશે તે તો આવનાર સમય જ બતાવશે.
આ પણ વાંચો : ના હોય, ફોનની ડિસ્પ્લેમાંથી જ આવશે અવાજ, Samsung Galaxy Z Flip 7 માં છે ખાસ ફિચર્સ