Ai ફીચર્સ, 50MP કેમેરો અને 5500mAh બેટરી સાથે લોન્ચ થયો ધાકડ ફોન iQOO Z9s 5G

iQOO એ ભારતમાં એક શાનદાર સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. જે ખાસ કરીને ગેમિંગ પ્રેમીઓ માટે બનાવવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન હેવી પ્રોસેસર અને આધુનિક 5G કનેક્ટિવિટી સાથે આવે છે. iQOO Z9s 5G નામનો આ સ્માર્ટફોન એક પાવરફુલ અને સ્ટાઇલિશ સ્માર્ટફોન છે.

આ ફોન ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી છે જેઓ ગેમિંગ માટે સ્માર્ટફોન શોધી રહ્યા છે. ચાલો જાણીએ iQOO Z9s 5G ફીચર્સ.

iQOO Z9s 5G Features

iQOO Z9s માં ભારે પ્રોસેસર, શક્તિશાળી કેમેરા અને સુપર ફાસ્ટ ચાર્જર સાથેનો સુપર સ્ટાઇલિશ સ્માર્ટફોન છે. આ ફોનમાં બેટરીથી લઈને સ્ટોરેજ સુધીના ઘણા દમદાર ફીચર્સ છે, ચાલો જાણીએ વધુ વિગતવાર.

શક્તિશાળી છે Z9s 5G ના કેમેરા

Z9s 5Gમાં, કેમેરા સેટઅપમાં Sonyના સેન્સરો સાથે આવે છે, જે તેના સારી ગુણવત્તાના કેમેરા માટે જાણીતા છે. Sonyના IMX સેન્સરો સારી ફોટોગ્રાફીમાં મદદ કરે છે.

50MPનો રિયલ કેમેરામાં અલ્ટ્રા-વાઈડ લેન્સ અને મૅક્રો લેન્સ છે, જે સ્પષ્ટ અને ક્રિયેટિવ ફોટોગ્રાફી માટે મદદ કરે છે. અને 16MP ફ્રન્ટ કેમેરા સુપર સેલ્ફી અને વિડિયો કૉલ્સ માટે બનાવવામાં આવ્યો છે. આ કેમેરા સેટઅપમાં નાઇટ મોડ, પોર્ટ્રેટ, અને AI એન્હાન્સમેન્ટ ફીચર્સ છે, જે ફોટોઝ અને વિડિઓઝને વધુ આકર્ષક બનાવે છે.

iQOO Z9s 5G Display

iQOO Z9s માં AMOLED ડિસ્પ્લે છે. જેમાં, 6.7 ઇંચની સ્ક્રીન સાથે, 2400 x 1080 પિક્સલનું Full HD+ રિઝોલ્યુશન પણ આપેલ છે. 120Hz ના રિફ્રેશ રેટ સાથે, તમારું સ્ક્રોલિંગ સ્મૂથ અને સરળ લાગે છે. 1800 nits સુધીની બ્રાઇટનેસ થી તમારું વ્યૂ સ્પષ્ટ અને ઝળકતું રહે છે. અને ગોરિલ્લા ગ્લાસનો પ્રોટેક્શન સ્ક્રીનને નુકશાનથી સુરક્ષિત રાખે છે.

આકર્ષક છે iQOO Z9s 5G ની ડિઝાઇન

આ ફોનની ડિઝાઇન વિશે વાત કરીએ તો, iQOO Z9s 5Gમાં સ્લિમ અને લાઇટવેઇટ બોડિ છે, જે મેટલ ફ્રેમ અને ગ્લાસ-લાઇક બેક સાથે આવે છે. આ બેક ફિંગરપ્રિન્ટ-પ્રૂફ છે, જે તેને ક્લિન અને ચમકદાર રાખે છે. બાજુ પર પાવર બટન સાથે ફિંગરપ્રિન્ટ સેન્સર છે, જે ઝડપથી અનલૉક થાય છે અને વોલ્યુમ બટન્સ સાઇડમાં સુવિધાજનક રીતે મૂકેલ છે.

iQOO Z9s 5G વિવિધ ટ્રેન્ડી કલર્સમાં આવે છે જેમ કે મેટાલિક બ્લુ, ગ્લેસીયર સિલ્વર, અને રાફલ ગોલ્ડ, જે તેનું લુક સ્ટાઇલિશ બનાવે છે.

Z9s 5G Processor

આ ફોનમાં પાવરફુલ પ્રોસેસર છે, જે ગેમિંગ અને મલ્ટીટાસ્કિંગ માટે પરફેક્ટ છે. MediaTek Dimensity 7300 પ્રોસેસર છે, જે ખાસ કરીને વધુ 5G કનેક્ટિવિટી માટે જાણીતું છે.

iQOO Z9s 5G માં 5500mAhની છે મોટી બેટરી

Z9s 5G માં 5500mAhની મોટી બેટરી છે. જે સામાન્ય વપરાશમાં આ ફોન ની બેટરી દોઢ દિવસ ચાલશે. કંપનીનો દાવો છે કે 44w નું ફાસ્ટ ચાર્જિંગ માત્ર 30 મિનિટમાં 50% ઝડપથી કરી શકે છે. આ ફોન Type C ચાર્જર સપોર્ટ કરે છે. આટલા ઓછા બજેટમાં બેટરી અને ચાર્જર ની બાબતમાં આ ફોન એકદમ બેસ્ટ છે.

iQOO Z9s 5G Storage

ઇન્ટરનેટ પરથી મળતી માહિતી મુજબ Z9s માં 8GB RAM + 128GB, 8GB RAM + 256GB અને 12GB RAM + 256GB સ્ટોરેજ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો : 6000mAh મોટી બેટરી સાથે આવી રહ્યો છે Vivo Y37 Pro, કિંમત પણ છે ઓછી

iQOO Z9s 5G Price In India

હવે વાત કરીએ આ ફોનની કિંમત વિશે, તો ભારતમાં iQOO Z9s 5G ની કિંમત 8GB + 128GB વેરિઅન્ટ માટે Rs 19,998, 8GB + 256GB માટે Rs 21,998 જ્યારે 12GB + 256GB ની કિંમત Rs. 23,998 રાખવામાં આવી છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!