iPhone 16 Pro લોન્ચ થયો, જાણો રૂપિયા 1,19,900 ના આ ફોનમાં શું છે નવું?

iPhone 16 Pro હજુ સુધી એપલ દ્વારા જાહેર કરવામાં આવ્યો નથી, Apple એ તેની યુટ્યુબ ચેનલમાં એક Introducing વિડિઓ દ્વારા iPhone 16 Pro વિશે વિગતો જાહેર કરી છે. Apple સામાન્ય રીતે નવા iPhone મોડલ્સની જાહેરાત દર વર્ષે સપ્ટેમ્બરમાં કરે છે.

ભારતમાં 16 Pro ની શું હશે કિંમત અને નવા ક્યા છે ફિચર્સ, ચાલો જાણીએ વિગતવાર

iPhone 16 Pro ની ખાસ વિશેષતાઓ

આ સ્માર્ટફોનમાં ટાઇટેનિયમ પ્રીમિયમ ડિઝાઇન છે, તે 6.3 ઇંચ સુપર રેટિના XDR OLED એડવાન્સ્ડ ડિસ્પ્લે સાથે આવે છે. iPhone 16 Pro વધુ સુરક્ષા અપડેટ્સ સહિત iOS 18 સાથે અપગ્રેડ કરેલ બેટરી ચાર્જિંગ, સેટેલાઇટ કનેક્ટિવિટી અને નવી સોફ્ટવેર સુવિધાઓ પણ છે.

iPhone 16 Pro માં છે આધુનિક ડિસ્પ્લે

16 Pro અદ્યતન ડિસ્પ્લે સાથે આવી રહ્યો છે, જે મોબાઇલ ટેકનોલોજીમાં ઊંચું સ્થાન મેળવી શકે છે. આ ફોનમાં સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે છે, જે વધુ સારી બ્રાઇટનેસ ધરાવે છે, વધુ બ્રાઈટ ડિસ્પ્લે જે તડકામાં પણ સ્પષ્ટ રીતે જોઇ શકાય છે, ખાસ કરીને બહારના ઉપયોગ માટે અનુકૂળ રહે છે .આમ, મૂવીઝ અને ફોટાને સારી રીતે જોવાની સુવિધા મળે છે.

120Hz રિફ્રેશ રેટ ધરાવે છે, જે સરળ અને ઝડપી સ્ક્રોલિંગ, ગેમિંગ અને અન્ય કામ કરી શકે છે. ડિસ્પ્લે આપમેળે રિફ્રેશ રેટ અપનાવે છે, જે બેટરી બચાવવામાં મદદ કરે છે. આ સ્માર્ટફોનમાં ઓલ્વેઝ-ઓન ડિસ્પ્લે ફીચર આપેલ છે, જે નોટિફિકેશન્સ, ઘડિયાળ, અને અન્ય જરૂરી માહિતી બિનજરૂરી ચાર્જ વગર પણ બતાવી શકે છે.

iPhone 16 Pro માં છે અપગ્રેડ બેટરી

આ સ્માર્ટફોન માં 3,577mAh ની બેટરી છે, જે આરામથી એક દિવસ તો ચાલી શકે છે. વાત કરીએ ચાર્જિંગ ની તો 40W (વાયર્ડ) છે જે ફોનને ઝડપથી ચાર્જિંગ કરી દે છે. કંપનીનો દાવો છે કે એક વાર ચાર્જ કર્યા પછી 27 કલાક સુધી વીડિયો જોઈ શકાય છે. આ ફોન USB Type-C સ્ટાન્ડર્ડ ચાર્જિંગ પોર્ટ ધરાવે છે.

દમદાર છે iPhone 16 Pro ના Camera

iPhone 16 Pro એ વધુ શ્રેષ્ઠ કેમેરા સાથે આવી રહ્યો છે, જેમાં 48MP મુખ્ય સેન્સર, પેરિસ્કોપ ઝૂમિંગની સુવિધાઓ છે. અપગ્રેડેડ અલ્ટ્રા-વાઇડ અને ટેલીફોટો લેન્સ વધુ સારી ઓપ્ટિકલ ઝૂમ અને ડીટેઇલ આપે છે.

નાઇટ મોડ અને લાઈડાર સ્કેનર ની મદદથી ઓછી પ્રકાશવાળી પરિસ્થિતિઓમાં પણ શ્રેષ્ઠ ફોટા લેવામાં મદદ કરે છે. AI આધારિત ફોટો પ્રોસેસિંગ અને ફ્રન્ટ કેમેરા સુધારાઓ સેલ્ફી અને વિડીયો માટે ઉત્તમ છે. જેની મદદથી તમે 4k 120fps વિડિયો રેકોર્ડિંગ પણ કરી શકો છો.

iPhone 16 Pro Storage

Apple એ તેની યુટ્યુબ ચેનલમાં એક Introducing વિડિઓમાં 16 Pro ના Storage વિશે જણાવ્યું છે કે, 128 GB, 256 GB, 512GB અને 1 TB સાથે 8 GB રેમ આપવામાં આવી છે.

iPhone 16 Pro માં અદભુત છે Processor

iPhone16 Pro માં A18 Bionic પ્રોસેસર છે, જે 3nm ટેકનોલોજી પર આધારિત છે. આ પ્રોસેસર વધુ ઝડપી પરફોર્મન્સ, સુધારેલ GPU, મશીન લર્નિંગ અને AI માટે વધુ સચોટ, અને ઊત્તમ થર્મલ મેનેજમેન્ટ આપે છે. બેટરી બચત સાથે ઝડપી પ્રોસેસિંગ, iPhone 16Pro ને વધુ શક્તિશાળી અને કાર્યક્ષમ બનાવે છે.

પ્રીમિયમ છે iPhone 16Pro ની ડિઝાઇન

iPhone16 Pro નો ડિઝાઇન વધુ પ્રીમિયમ અને આધુનિક છે. ટાઇટેનિયમ ફ્રેમ, સ્લિમર બેઝલ્સ, અને કાર્વ્ડ એજેસ સાથે, ડિઝાઇનને વધુ સ્લીક અને મજબૂત બનાવે છે. જેમાં 2 નવા કલર્સ આપેલ છે, જેવા કે ડીપ બ્લુ અને ગ્રેફાઇટ. ઓલવેઝ-ઓન ડિસ્પ્લે અને અંડર-ડિસ્પ્લે ફેસ ID સાથેની નવી ડિઝાઇનને વધુ એડવાન્સ બનાવે છે.

iPhone 16 Pro Price In India

વાત કરીએ iPhone 16 Pro ની કિંમત વિશે તો, 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹1,19,900 છે જ્યારે 256GB, 512GB અને 1TB વેરિઅન્ટની કિંમત અનુક્રમે ₹ 1,29,900, ₹1,49,900 અને ₹1,69,900 છે.

આ પણ વાંચો :

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!