આવી રહ્યો છે સૌથી સસ્તો ફ્લિપ ફોન Infinix Zero Flip, કિંમત જાણી ચોંકી જશો.

Infinix Zero Flip 5G એ એક નવો ફોલ્ડેબલ સ્માર્ટફોન છે જે ઘણી બધી સુવિધાઓ સાથે આવે છે. અગાઉ પણ Infinix દ્વારા Infinix Hot 50 અને Infinix Zero 40 સાવ ઓછી કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યા હતા.

આ ફોનને તમે સરળતાથી ફ્લિપ કરી શકો છો અને પોકેટમાં સરળતાથી રાખી શકો છો. તે એક ક્લેમશેલ ફોલ્ડેબલ ડિઝાઇન ધરાવતું સ્માર્ટફોન છે, જે સરળતાથી ફોલ્ડ થાય છે અને તેને કોમ્પેક્ટ બનાવે છે. જ્યારે ફોન ફ્લિપ કરવામાં આવે છે, ત્યારે સાઈઝ ઘટી જાય છે, જેથી તેને પોકેટમાં રાખવું વધુ સરળ બને છે.

ચાલે હવે આપણે Infinix Zero Flip 5G વિશે વધુ ફિચર્સ અને તેની કિંમત જાણીએ

ફોલ્ડેબલ ડિસ્પ્લે ડિઝાઇન છે Infinix Zero Flip 5G માં

Infinix Zero Flip 5Gની એક ખાસ વાત તેની ફોલ્ડેબલ ડિસ્પ્લે ડિઝાઇન છે. આ સ્માર્ટફોનમાં 6.7-ઇંચની ફોલ્ડેબલ LTPO AMOLED ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. એ ઉપરાંત, આ ફોનમાં એક 3.64-ઇંચની સેકન્ડરી AMOLED કવર ડિસ્પ્લે પણ છે, જેમાં કોર્નિંગ ગોરિલા ગ્લાસનો પ્રોટેક્શન મળશે. જે ઉપકરણ બંધ હોય ત્યારે નોટિફિકેશન્સ, ક્લોક, અને અન્ય ઝડપી માહિતીને જલદી ચકાસવા માટે ઉપયોગમાં લેવાય છે.

ફોલ્ડેબલ ડિસ્પ્લેના કારણે Zero Flip 5G સરળતાથી ફોલ્ડ કરી શકાય છે, જેથી તે પોકેટમાં કે અન્ય જગ્યાએ રાખવામાં ખૂબ જ સરળ બને છે.

શક્તિશાળી છે Infinix Zero Flip 5G ની બેટરી

આ ફોનમાં એક શક્તિશાળી 4,720mAh ની બેટરી છે, જે તમને લાંબી બેટરી લાઇફ આપે છે. આ બેટરી 70W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે, જે તમારા ફોનને ઝડપથી ચાર્જ કરી શકે છે. જેના કારણે તમે લાંબા સમય સુધી ફોનનો ઉપયોગ કરી શકશો.

દમદાર છે Infinix Zero Flip 5G માં કેમેરા

આ ફોનના કેમેરાની વાત કરીએ તો તેની પાછળ ડ્યુઅલ કેમેરા છે. આ કૅમેરામાં 50MP ઑપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) છે, જે તમારા ફોટોગ્રાફ્સને વધુ સ્પષ્ટ અને સચોટ બનાવે છે, ખાસ કરીને જ્યારે હાથ ધ્રુજતો હોય ત્યારે ફોટોગ્રાફી સરળ બને છે અને 50MP અલ્ટ્રાવાઇડ લેન્સ દ્વારા વિસ્તૃત દ્રશ્યોને સ્પષ્ટ રીતે કૅપ્ચર કરી શકાય છે.

ફોનમાં 12MPનો સેલ્ફી કેમેરા પણ ખુબ શક્તિશાળી છે, જેથી વધુ ચોખ્ખા સેલ્ફી શૉટ્સ મળે છે. આ કેમેરા થી તમે 4K વિડીયો રેકોર્ડિંગ પણ કરી શકો છે, જેનાથી ઉચ્ચ ગુણવત્તાવાળા વિડિઓઝ શૂટ કરવા માટે એક બેસ્ટ ઓપ્શન છે.

Infinix Zero Flip 5G Processor

આ ફોનમાં MediaTek Dimensity 8020 પ્રોસેસર છે, જે 6nm પ્રોસેસ ટેક્નોલોજી પર આધારિત છે. આ પ્રોસેસર વધુ સ્પીડ અને. કામ કરવાની ક્ષમતા વધારે છે, જે તેને હલકા કામથી ભારે એપ્લિકેશન્સ અને મલ્ટીટાસ્કિંગ માટે યોગ્ય બનાવે છે. આ પ્રોસેસર ફોલ્ડેબલ ફોનને સ્લિક અને ઝડપી ઉપયોગની ક્ષમતા પૂરી પાડે છે.

Infinix Zero Flip 5G સ્ટોરેજ

આ સ્માર્ટફોનમાં તમને 512GB ઇન્ટરનલ સ્ટોરેજ મળશે, જેનાથી તમે મોટી ફાઇલો, એપ્સ, ફોટોઝ અને વિડીયોઝ સરળતાથી સંગ્રહિત કરી શકો છો. અને ફોનમાં 8GB RAM સાથે સ્ટોરેજની પરફોર્મન્સ વધુ સારી છે, જે મલ્ટી-ટાસ્કિંગ અને હાઇ-પરફોર્મન્સ એપ્લિકેશન્સ માટે ખૂબ જ યોગ્ય છે

Infinix Zero Flip 5G Price in india

Passionategeekz દ્વારા X (ટ્વિટર) પર એક પોસ્ટમાં શેર કરાયેલ વિગતો અનુસાર, Infinix Zero Flip 5G ટૂંક સમયમાં ભારતમાં લૉન્ચ કરવામાં આવશે, અને તેની કિંમત Rs 50,000 થી Rs 55,000 ની વચ્ચે હશે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!