આવી રહ્યો છે Infinix Hot 50 5G, માત્ર ₹8,999 માં મળશે 48MP કેમેરો

Infinix Hot 50 5G | આ વરસાદની મૌસમમાં નવા સ્માર્ટફોન નો પણ વરસાદ થઈ રહ્યો છે. Vivo X100 Ultra અને Realme Narzo 70 Turbo પછી Infinix પણ પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે.

Infinix એ છેલ્લા કેટલાક મહિનામાં ભારતમાં અલગ અલગ રેન્જના સ્માર્ટફોન લોન્ચ કર્યા છે અને હવે એક નવો સ્માર્ટફોન Infinix Hot 50 5G લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીએ એક ટીઝર શેર કર્યું છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ સ્માર્ટફોન રૂ. 10,000 ના બેજેટ સેક્શનમાં સૌથી પાતળો અને સૌથી વિશ્વસનીય 5G સ્માર્ટફોન છે. Infinix Hot 50 5G ના ફિચર્સ, કિંમત અને લોન્ચ ડેટ વિશેની માહિતી આગળ આપેલી છે.

Infinix Hot 50 5G Features

10 હજારની રેન્જમાં લોન્ચ થનાર આ સ્માર્ટફોનમાં નીચે મુજબના ફિચર્સ છે.

વિશેષતાઓવિગતો
Display6.7 inches, FHD+
Main Camera48MP
Battery5000 mAh
ProcessorMediatek Dimensity 6300
Network2G, 3G, 4G, 5G
RAM4GB, 8GB
Android VersionAndroid 14

હવે આ ફોનના ફીચર્સ ની વિગત વાત કરીએ.

Infinix Hot 50 5G Camera

ઓછા બજેટમાં આવતા આ સ્માર્ટફોનમાં 48MPનો કેમેરો છે. બેક માં 3 કૅમેરા અને ફ્લેશલાઈટનું સેટઅપ દેખાઈ રહ્યું છે. આ કેમેરામાં Pro Mode, Dual Mode, Ai Cam, Film Mode જેવા 12 થી પણ વધુ અલગ અલગ મોડ આપેલા છે.

હવે વાત કરીએ આ ફોન ના સેલ્ફી કેમેરાની તો 12MP નો ફ્રન્ટ કેમેરો આપેલો છે. જેના વડે સારા એવા સેલ્ફી ફોટો લઇ શકાય છે.

Infinix Hot 50 5G Display

આ ફોન વિશે સામે આવી રહેલી લિંક્સ પ્રમાણે આ ફોનમાં 6.7 ઇંચ ની એક Full HD+ display આપેલી છે. તડકામાં ઠીક ઠાક જોઈ શકાય એટલા નીટ્સ જેટલી આ ડિસ્પ્લે બ્રાઇટ છે. તેમાં વેટ ટચ સપોર્ટ ડિસ્પ્લે ટેક્નોલોજી પણ મળશે.

Infinix Hot 50 5G Processor

કંપની આ સ્માર્ટફોનના પ્રોસેસર ને ખુબ જ હાઈલાઈટ કરી રહી છે. કંપની દ્વારા ટીઝર માં જાહેરાત કરવામાં આવી છે તે મુજબ MediaTek Dimensity 6300 5G processor આપતો આ સૌથી સસ્તો ફોન હશે. ચોક્કસપણે આ ફોન માં આપેલ MediaTek Dimensity 6300 5G processor સારું પર્ફોર્મન્સ આપે છે. સોશિયલ નેટવર્કિંગ, વિડિયો, ઇન્ટરનેટ સર્ફીંગ અને થોડા ઘણા પ્રમાણમાં ગેમિંગ માટે આ પ્રોસેસર સારું પરફોર્મન્સ આપી શકે છે.

Infinix Hot 50 5G Storage

અત્યારે મળતી માહિતી મુજબ UFS 2.2 સ્ટોરેજ ધરાવતા આ મોબાઈલમાં 4GB અને 8GB Ram ધરાવતા વેરિયન્ટ હશે. આ ફોન Upto 128 GB સ્ટોરેજ પણ ધરાવે છે. વાત કરીએ સ્ટોરેજ વધારવાની તો તમે તેમાં Upto 1TB સુધીનું એક્સટર્નલ સ્ટોરેજ લગાવી શકો છો.

Infinix Hot 50 Battery

આ બજેટ રેન્જ ફોનમાં 5000mAh ની મોટી બેટરી છે. આટલી કેપેસિટી વાળી બેટરી સામાન્ય વપરાશમાં એક દિવસ સુધી ચાલી શકે છે. ચાર્જર વિશેની કોઈ માહિતી હજુ સુધી કંપની દ્વારા રજૂ કરવામાં આવી નથી.

Infinix Hot 50 5G Design

કંપનીએ બેક પેનલ ડિઝાઇન પણ શેર કરી છે જેમાં ટ્રિપલ કેમેરા સેટઅપ અને ગોળાકાર કિનારીઓ સાથે લંબચોરસ બોડીનો સમાવેશ થાય છે. આ ફોન ક્લીન ડિઝાઇન સાથે સ્લિમ બોડી પણ ધરાવે છે. કંપનીએ કરેલ દાવા મુજબ 7.8mm જેટલી સ્લિમ બોડી હશે, જે આ રેન્જમાં આવતા ફોનમાં સૌથી સ્લિમ છે.

5 વર્ષ સુધી ટકશે Infinix Hot 50

Infinix વારંવાર એક પોઇન્ટ હાઈલાઈટ કરી રહી છે, જે છે TUV SUD A-Level 60-month fluency assurance. આ રેન્જમાં આવતા ફોન સામાન્ય રીતે થોડા સમય બાદ સ્લો થઈ જાય છે, પણ આ ફોન 5 વર્ષ સુધી પોતાનું 80% પરફોર્મન્સ જાળવી રાખશે તેવો કંપની નો દાવો છે. આ રેન્જમાં આવતા સ્માર્ટ ફોનમાં આ પહેલો એવો ફોન છે જે TUV SUD સર્ટિફિકેટ ધરાવે છે. આ ફોન IP54 રેટિંગ પણ ધરાવે છે.

Infinix Hot 50 5G Launch in India

આ સ્માર્ટફોનનો સેલ 9 સપ્ટેમ્બર ના બપોરે 12 વાગ્યે Flipkart પર શરૂ થઈ રહ્યો છે. હવે વાત કરીએ આ સ્માર્ટ ફોનની કિંમત વિશે તો 4GB RAM + 128GB વેરીએન્ટ ની કિંમત ₹9,999 છે જ્યારે 8GB RAM + 128GB વેરીએન્ટ ની કિંમત ₹10,999 છે. પરંતુ ICICI અને Axis બેંક ના Debit કે Credit કાર્ડ નો ઉપયોગ કરી તમે 1000₹નું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

આ ડિસ્કાઉન્ટ સાથે 4GB RAM + 128GB વેરીએન્ટ ની કિંમત ₹8,999 અને 8GB RAM + 128GB વેરીએન્ટ ની કિંમત ₹9,999 થઈ જશે.

આ પણ વાંચો: આવી રહ્યો છે Realme P2 Pro, 80W નું ફાસ્ટ ચાર્જિંગ અને 3 ખાસ ફિચર્સ સાથે

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!