Huawei Mate XT Ultimate | આજકાલ તમે Tecno Phantom Ultimate 2 Tri Fold સ્માર્ટફોન જોયો હશે જેમાં ડિસ્પ્લે ત્રણ વખત ફોલ્ડ થાય છે. Huawei કંપની આવો જ સ્માર્ટફોન Huawei Mate XT Ultimate લાવી રહી છે. આ ફોનની ડિસ્પ્લે ત્રણ વખત ફોલ્ડ કરવાથી મોટી સ્ક્રીન થાય છે. આ નવી ડિઝાઇનનો મુખ્ય હેતુ સ્માર્ટફોનની પોર્ટેબિલિટી અને ટેબલેટની જેમ મોટી સ્ક્રીનનો અનુભવ છે.
જો તમે મોબાઈલ સાથે ટેબ્લેટનો અનુભવ કરવા ઈચ્છો છો, તો આ Huawei Mate XT Ultimate તમારા માટે શ્રેષ્ઠ છે. આવો જાણીએ આ ફોનમાં કંપની દ્વારા કયા ફીચર્સ આપવામાં આવશે?
Huawei Mate XT Ultimate : ત્રણ વખત ફોલ્ડ થઈ શકે છે ડિસ્પ્લે
10.2 ઇંચ ની LTPO AMOLED ડિસ્પ્લે ધરાવે છે આ સ્માર્ટફોન. 120 Hz નો રીફ્રેશ રેટ ધરાવતી આ ડિસ્પ્લે માં મિડિયા કન્સમ્પશન, મલ્ટીટાસ્કિંગ, વીડિયો અને ગેમિંગ સરળતાથી થઈ શકે છે. ડિસ્પ્લે વિશેની ખાસ વાત કરીએ તો આ ફોનની ડિસ્પ્લે ત્રણ વખત ફોલ્ડ થઈ શકે છે. એટલે નાનકડો દેખાતો આ મોબાઈલ જ્યારે ઓપન કરવામાં આવે ત્યારે મોટો ટેબ્લેટ જેવો દેખાય છે. આ મોટી સ્ક્રીન પર વીડિયો પ્લે, ગેમ, વિડીયો એડીટીંગ અને બ્રાઉઝિંગ ખુબ જ સરળતાથી કરી શકાય. આ ફોનમાં મલ્ટિપ્લેયર ગેમિંગ પણ સારી રીતે કરી શકો છો. એક સાથે ત્રણ સ્ક્રીન ઓપન થતી હોવાથી શેર માર્કેટ યુઝર માટે પણ સારો છે.
Huawei Mate XT Ultimate Camera
કોઈપણ મોબાઈલ ખરીદતા પહેલા આપણે સૌથી પહેલા કેમેરા વિશે વિચારીએ છીએ, આ ફોનમાં ટ્રિપલ કેમેરા છે. તેમાં 50 MP, f/1.7, (વાઇડ એંગલ), 12 MP, f/2.2, (ટેલિફોટો) અને 8 MP, f/2.9, (ટેલિફોટો), AF છે. HDR, Panorama, Leica lenses જેવા ફિચર્સ પણ છે. જેની મદદથી તમે 4K@30fps, 1080p@30fps અને 720p@960fps વિડિયો રેકોર્ડિંગ પણ કરી શકો છો. ફ્રન્ટ કેમેરા વિશે વાત કરીએ તો, તમે 16 MP (વાઇડ એંગલ) સાથે સેલ્ફી અને વિડિયો કૉલિંગનો આનંદ માણી શકો છો.
Huawei Mate XT Ultimate Processor
આ ફોનમાં હાઇ-એન્ડ પ્રોસેસર્સનો ઉપયોગ થાય છે, જે ડિવાઇસને ઝડપી અને કાર્યક્ષમ બનાવવા માટે છે. જેમાં, Kirin 9000 પ્રોસેસર્સ છે. આ પ્રોસેસર વધુ પ્રોસેસિંગ પાવર, ઝડપ, અને સારી એનર્જી પૂરી પાડે છે, જે ગેમિંગ, મલ્ટીટાસ્કિંગ, અને હેવી એપ્લિકેશન્સ ચલાવવા માટે યોગ્ય છે.
Huawei Mate XT Ultimate Battery
આ સ્માર્ટફોન માં 5600 mAh ની બેટરી છે, જે આરામથી એક દિવસ તો ચાલી શકે છે. વાત કરીએ ચાર્જિંગ ની તો 66W વાયર્ડ ચાર્જિંગ આ ફોનને ઝડપથી ચાર્જિંગ કરી દે છે. આ ફોન USB Type-C સ્ટાન્ડર્ડ ચાર્જિંગ પોર્ટ ધરાવે છે.
Huawei Mate XT Ultimate Storage
ઇન્ટરનેટ પરથી મળતી માહિતી મુજબ Huawei Mate XT માં 256GB + 12GB રેમ અને સ્ટોરેજ ઉપલબ્ધ છે. વાત કરીએ, 512GB અને 1TB સ્ટોરેજ વેરિઅન્ટમાં પણ ઉપલબ્ધ થશે.
અદભુત છે Huawei Mate XT Ultimate ની અલ્ટીમેટ ડીઝાઈન
આ ફોન ટેબલેટ યુઝરને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે તેથી તેની ડિઝાઇન સામાન્ય સ્માર્ટફોનથી થોડી અલગ છે. આ સ્માર્ટફોનને ટ્રાઇ-ફોલ્ડ (ત્રણ વખત ફોલ્ડ) કરી શકાય છે, જેનાથી સ્ક્રીન મોટી ટેબલેટ જેવી દેખાય છે. આ ફોન ત્રણ રંગોમાં ઉપલબ્ધ છે. જે ફોનના દેખાવને સુંદર બનાવે છે.
Huawei Mate XT Ultimate Price In India
હવે વાત કરીએ, ભારતમાં આ ફોન 16GB RAM અને 256GB વેરિયન્ટની કિંમત ₹2,35,900 હશે. 512GB અને 1TB સ્ટોરેજ વેરિઅન્ટમાં પણ ઉપલબ્ધ હશે જેની કિંમત અનુક્રમે Rs 2,59,500 અને Rs 2,83,100 છે.