ગજબના હેલ્થ ફિચર્સ સાથે લોન્ચ થઈ Apple Watch Series 10, જાણો કિંમત

Apple Watch Series 10 (Series X) એ માત્ર સમય બતાવતી સામાન્ય ઘડિયાળ નથી , પણ એક અદ્યતન સ્માર્ટવોચ છે, જે રોજિંદા જીવનને સરળ અને તંદુરસ્ત બનાવવામાં મદદ કરે છે. જેનો ઉપયોગ સમય જોવા ઉપરાંત સ્વાસ્થ્ય મોનિટરિંગ, ફિટનેસ ટ્રેકિંગ, અને સંપર્ક વગર કૉલ અને મેસેજ કરવા માટે થાય છે.

જો તમે આવી ઘડિયાળ શોધી રહ્યા છો તો આ તમારા માટે યોગ્ય રહેશે. આવો જાણીએ આ ઘડિયાળની મુખ્ય વિશેષતાઓ

Apple Watch Series 10 features

Apple Watch Series 10માં વાઇડ એંગલ OLED ડિસ્પ્લે છે. Apple Watch Series 10માં અત્યાર સુધીની સૌથી મોટી ડિસ્પ્લે છે. Apple Watch Series 10, 9.7mm પાતળી છે, તેની સાથે એલ્યુમિનિયમ ફ્રેમ મળશે.

Apple Watch Series 10 એ 50 મીટર સુધીની વોટર રેઝિસ્ટન્સ ફીચર ધરાવે છે. તેની સાથે ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવ્યું છે. Apple Watch Series 10 સ્લીપ એપનિયા ડિટેકશન સાથે આવે છે. આ સિવાય આ ઘડિયાળનું એક્સીલેરોમીટર શ્વાસ લેવામાં પડતી કોઈ પણ જાતની સમસ્યાને ઓળખી શકે છે.

સૌથી મોટા ડિસ્પ્લે સાથે Apple Watch Series 10

Apple Watch Series 10માં વાઇડ એંગલ OLED ડિસ્પ્લે છે જેનો ખૂણો ગોળાકાર છે. Apple Watch Series 10માં અત્યાર સુધીની સૌથી મોટી ડિસ્પ્લે છે. આ Watchની ડિસ્પ્લે પર નોટિફિકેશન જોવાથી લઈને વર્કઆઉટ મેટ્રિક્સ પર ઝડપી નજર નાખવા સુધીની દરેક પ્રતિક્રિયા માટે કેન્દ્રિય છે. જે સૌથી મોટી અને સૌથી અદ્યતન ડિસ્પ્લે ધરાવે છે. મોટું ડિસ્પ્લે એપલ Watch સિરીઝ 4, સિરીઝ 5 અને સિરીઝ 6 કરતાં 30% વધુ એક્ટિવ સ્ક્રીન એરિયા ધરાવે છે અને Apple વૉચ સિરીઝ 7, સિરીઝ 8 અને સિરીઝ 9 કરતાં 9% વધુ છે.

Apple Watch Series 10 એ એક નવી જ વાઈડ-એંગલ OLED ડિસ્પ્લે આપનારી પ્રથમ Apple પ્રોડક્ટ છે, જે દરેક પિક્સેલને કોઈપણ ખૂણા પર વધુ તેજ લાઈટ આપવા માટે શ્રેષ્ઠ બનાવે છે. પરિણામે, ડિસ્પ્લે સિરીઝ 9 કરતાં 40% સુધી વધુ તેજસ્વી છે જે કોઈપણ ખૂણાથી મેસેજ વાંચવામાં સરળ રહે છે.

Apple Watch Series 10 Fast Charging

આ Apple વૉચમાં એક મોટી ચાર્જિંગ કોઇલ આપેલ છે, જે સિરીઝ 10ને ફાસ્ટ ચાર્જિંગ કરવામાં મદદ કરે છે. જેની સાથે એવો દાવો કરવામાં આવે છે કે તે 30 મિનિટમાં 80 ટકા ચાર્જ થઈ જશે, તેથી દિવસભર તેમજ રાતોરાત Apple વૉચનો ઉપયોગ કરવો પહેલા કરતાં વધુ સરળ બન્યો છે. 15 મિનિટનું ચાર્જિંગ સામાન્ય દૈનિક ઉપયોગના 8 કલાક સુધી, અથવા 8 મિનિટના ચાર્જિંગની શક્તિ 8 કલાકની ઊંઘ ટ્રેકિંગ પૂરી પાડે છે.

અત્યાર સુધીની સૌથી પાતળી Apple Watch Series 10

Apple Watch Series 10, 9.7mm પાતળી છે, જેને કંપનીએ કહ્યું છે કે તે અત્યાર સુધીની સૌથી પાતળી Apple Watch છે. જે Apple Watch Series 7, Series 8, અને Series 9 કરતા લગભગ 10% પાતળી છે.

Apple Watch Series 10 Price In India

Apple Watch Series 10ની શરૂઆતની કિંમત 399 $ એટલે કે લગભગ Rs 33,000 રૂપિયા છે. આ કિંમત US માર્કેટ માટે છે. ભારતમાં કિંમત વિશે હાલમાં કોઈ માહિતી નથી. તેને GPS અને LTI એમ બે વર્ઝનમાં રજૂ કરવામાં આવ્યું છે. LTE વર્ઝનની કિંમત 499 $ છે. Apple Watch Ultra 2ની શરૂઆતની કિંમત 799 $ એટલે કે લગભગ Rs 67,000 રૂપિયા છે. ઘડિયાળનું વેચાણ 20 સપ્ટેમ્બરથી શરૂ થશે.

આ પણ વાંચો : iPhone 16 Pro લોન્ચ થયો, જાણો રૂપિયા 1,19,900 ના આ ફોનમાં શું છે નવું?

iPhone જેવો દેખાતો Tecno Spark Go 1 લોન્ચ થયો, કિંમત છે માત્ર Rs 7,299

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!