Redmi Note 13 Pro એ Redmi કંપની દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. અગાઉ Vivo અને Samsung એ લોન્ચ કરેલ સ્માર્ટફોન ને ટક્કર આપવા આવી ગયો છે Redmi Note 13 Pro. અદભુત અને એડવાન્સ પ્રોસેસર સાથે તૈયાર કરવામાં આવ્યો છે આ મોબાઇલ.
આ સ્માર્ટફોન તેના શાનદાર ફીચર્સ, 4k કેમેરા અને મજબૂત ડિસ્પ્લે સાથે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે. ચાલો તેના ફીચર્સ, ડિસ્પ્લે ક્વોલિટી અને કિંમત વિશે વિગતવાર જાણીએ.
Redmi Note 13 Pro ડિસ્પ્લે ક્વોલિટી
આ ફોનની ડિસ્પ્લે ગુણવત્તા તેને અલગ બનાવે છે. જેમાં 7.3 ઇંચ ની ફૂલ HD+ AMOLED 1.5K ડિસ્પ્લે આપેલ છે, જે 120Hz રીફ્રેશ રેટ ધરાવે છે. આ ડિસ્પ્લે માત્ર વિડિયો અને ગેમિંગ માટે જ નહીં પરંતુ દિવસમાં તેજ પ્રકાશમાં પણ સ્પષ્ટ વિઝ્યુઅલ આપે છે.
200 MP નો છે Redmi Note 13 Pro માં કેમેરા
કેમેરા પ્રેમીઓ માટે આ ફોન સપનાથી ઓછો નથી. Redmi Note 13 Pro 5G માં 200 MP નો કેમેરા આપેલ છે, જે જીણવટ ભરી વિગતો અને કલર્સ સાથે બેસ્ટ ફોટોગ્રાફી આપે છે. આ સાથે, 8MPનો અલ્ટ્રા-વાઇડ કેમેરા પણ છે જે વાઇડ-એંગલ શોટ લેવામાં મદદ કરે છે.
વાત કરીએ આગળના કેમેરાની તો, 50MP નો ફ્રન્ટ કેમેરો છે, જે સેલ્ફી અને વીડિયો કોલિંગ ઉપયોગી છે. જે દરેક ક્ષણને સુંદર અને સારા ફોટા સાથે કેપ્ચર કરે છે.
ફાસ્ટ ચાર્જર સાથે મળશે મોટી બેટરી
આ સ્માર્ટફોનનું બેટરી બેકઅપ પણ શાનદાર છે. તેમાં 5100 mAh બેટરી છે જે 67W નું ટર્બો ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપની દાવો કરે છે કે, તમે આ ફોનને માત્ર 19 મિનિટમાં સંપૂર્ણપણે 100% ચાર્જ કરી શકો છો અને કોઈપણ ચિંતા વગર બે દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકો છો.
શાનદાર છે Redmi Note 13 Pro નો પ્રોસેસર
ડિસ્પ્લે અને કેમેરા ની જેમ ફોન નું પ્રોસેસર પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ફોનમાં થતી બધી જ પ્રોસેસ આ પ્રોસેસર પર જ આધારિત હોય છે. આ ફોન માં Qualcomm Snapdragon 7 Gen 2 પ્રોસેસર આપેલું છે, જે આ બજેટમાં એક સારું પ્રોસેસર છે. આ મોબાઈલમાં તમે સરળતાથી ગેમિંગ, વીડિયો પ્લે અને સોશિયલ મીડિયા સર્ફીંગ કરી શકો છો. Multi tasking માં આ ફોન સારું પરફોર્મન્સ આપી શકે છે.
Redmi Note 13 Pro Price In India
હવે આ ફોનની કિંમત વિશે વાત કરીએ તો, Redmi Note 13 Pro 5G વિવિધ વેરિએન્ટ અનુસાર વિવિધ કિંમતે ઉપલબ્ધ છે. ભારતીય બજારમાં તેની શરૂઆતની કિંમત Rs 25,998 છે.