Vivo દ્વારા V સિરીઝ માં Vivo V40 અને Vivo V40 Pro સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. આ ફોનમાં પ્રીમિયમ ફીચર્સ, બેસ્ટ પર્ફોમન્સ, ફોટોગ્રાફી, ગેમિંગ, અને મલ્ટીટાસ્કિંગ માટેની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે.
આ Vivo V40 ફોન માર્કેટમાં કૉમ્પેક્ટ ડિઝાઇન અને આધુનિક હાર્ડવેર સાથે પોતાની આગવી ઓળખ ધરાવે છે. આ ફોન વિશે વધુ ફિચર્સ જાણીએ
ગજ્જબ છે Vivo V40 ની ડીઝાઈન
ચોક્ક્સપણે કહી શકાય કે આ ફોનની ડીઝાઈન ખૂબ જ આકર્ષક છે. પાછળની બાજુએ આપેલ 2 કૅમેરા અને ફ્લેશ નું સેટઅપ એક પ્રીમિયમ ફોન નું લુક આપે છે. Fingerprint Scanner પણ ડિસ્પ્લેની અંદર આપેલું છે. આ ફોનની બોડી એક દમ સ્લિમ અને સિમેટ્રિક છે જે આ ફોનને વધુ આકર્ષક બનાવે છે. સામાન્ય રીતે આટલા મિડીયમ બજેટમાં આ ફોન ખૂબ જ આકર્ષક ડીઝાઈન આપી રહ્યું છે.
હાલ આ ફોન Ganges Blue, Lotus Purple, અને Titanium Grey એમ ત્રણ કલરમાં ઉપલબ્ધ છે. આ ફોનની ઊંચાઈ 164.16 mm, પહોળાઈ 74.93 mm, જાડાઈ 7.58 mm છે. જેનું વજન 190 ગ્રામ છે. ડસ્ટ પ્રૂફ અને વોટર પ્રૂફ નું ધ્યાન રાખીને આ Vivo V40ની ડીઝાઈન તૈયાર કરવામાં આવી છે.
120Hz રિફ્રેશ રેટ ધરાવે છે ડિસ્પ્લે
17.22 cm મોટી HD+ AMOLED (Curved Display) ધરાવે છે આ Vivo V40 મોબાઈલ. 120Hz નો રીફ્રેશ રેટ ધરાવતી આ ડિસ્પ્લે માં વીડિયો અને ગેમિંગ સરળતાથી થઈ શકે છે. બાકી Display ની વાતમાં Vivo ના બજેટ સ્માર્ટફોન ઘણા પ્રીમિયમ ફોનને ટક્કર આપે છે.
80W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે મોટી બેટરી
વાત કરીએ ફોન ની બેટરી વિશે તો આ ફોનમાં એક 5500mAh ની Li-ion બેટરી છે, જે સામાન્ય વપરાશમાં એક દિવસ આરામથી ચાલી જશે. સાથે અગત્યની વાત એ છે કે આ ફોન ફ્લેશ 80W નું Fast Charging સપોર્ટ કરે છે જેથી ખૂબ જ ઝડપથી ફોન ચાર્જ પણ થઈ જશે. બેટરી લાઇફ 13 કલાક સુધીની છે, જે 36 મિનિટમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે.
Vivo V40 Processor
ડિસ્પ્લે અને કેમેરા ની જેમ ફોન નું પ્રોસેસર પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ફોનમાં થતી બધી જ પ્રોસેસ આ પ્રોસેસર પર જ આધારિત હોય છે. આ Vivo V40 માં Qualcomm Snapdragon 7 Gen 3 પ્રોસેસર આપેલું છે, જે આ બજેટમાં એક સારું પ્રોસેસર છે. આ મોબાઈલમાં તમે સરળતાથી ગેમિંગ, વીડિયો પ્લે અને સોશિયલ મીડિયા સર્ફીંગ કરી શકો છો. Multi tasking માં આ ફોન સારું પરફોર્મન્સ આપી શકે છે.
50MP ના છે V40 માં મોટા કેમેરા
નવો ફોન લેતા પહેલા ફોનના કેમેરા વિશે આપણે ચોક્કસ વિચારીએ છીએ. આ ફોનમાં 50 MP+ 50MP નો રીયલ કેમેરા સેટ અપ છે. આટલી ઓછી કિંમતમાં 50MP કેમેરો ફોટોગ્રાફીના શોખીન માટે વરદાન રૂપ છે. જેમાં તમે 3840×2160 @ 30 fps થી વિડિયો શૂટ પણ કરી શકો છો.
આ ફોનમાં સેલ્ફી માટે 50MP ફ્રન્ટ કેમેરો આપેલો છે. આટલા મિડીયમ બજેટ માં આ કેમેરા સેટઅપ સામાન્ય રીતે જોવા મળતું નથી.
V40 છે વોટરપ્રૂફ
વિવો દ્વારા આ મોબાઇલને IP68 અને IP69 Rating બનાવાવમાં આવ્યો છે જેથી પાણીમાં સરળતાથી કામમાં લઈ શકો છો. Waterproof બોડી ધરાવતો આ મોબાઈલ 1.5 મીટરના ઊંડા પાણીમાં 30m સુધી સુરક્ષિત રહે છે.
Vivo V40 Storage
Vivo V40 8 GB RAM છે, અને 128 GB ઇન્ટર્નલ સ્ટોરેજ ધરાવે છે. આ જગ્યા પૂરતી છે તમારા ફોટા, વિડિઓઝ, એપ્સ, અને અન્ય ડેટા સંગ્રહવા માટે. વધુ સ્ટોરેજ વધારવા માટે મેમરી કાર્ડ સપોર્ટનો સમાવેશ નથી.
Vivo V40 Prices in India
આ ફોનની કિંમત 8 GB + 128 GB વેરિયન્ટ માટે ₹34,560 છે, 8 GB + 256 GB અને 12 GB + 512 GB માં અનુક્રમે ₹36,999 અને ₹41,999 કિંમત છે. આ ફોન Croma, Amazon અને Vivo સ્ટોરમાં પણ ઉપલબ્ધ છે.