LAVA કંપની આ મહિને એક નવો સ્માર્ટફોન લોન્ચ કરશે, જે કંપનીએ X માં ટ્વીટ કરીને Lava Blaze 3 5G વિશે જણાવ્યું કે, ” It’s all about the VIBES with Blaze 3 5G’s Premium Glass Back Design! #Blaze3 5G – Coming Soon ” અને ” The VIBES for the night got a whole lot cooler with Blaze 3 5G’s Segment First VIBE Light! #Blaze35G – Coming Soon “
આ બંને ટ્વીટમાં કંપનીએ Design અને Segment First VIBE Light વિશે જણાવ્યું છે. ચાલો જાણીએ આ Lava Blaze 3 5G ફોન વિશે,
આકર્ષક છે Lava Blaze 3 5G ની ડીઝાઈન
સોશિયલ મીડિયા પરથી મળતી માહિતી અનુસાર, આ સ્માર્ટફોનમાં ગ્લાસ ફિનિશ છે અને પ્રીમિયમ અને મેટાલિક લુક ધરાવે છે. જે ફોન પર આંગળીઓના નિશાન ટાળવામાં મદદ કરે છે. તેની સ્લિમ બોડી સાથે આવે છે, જે હાથે પકડવામાં સરળ લાગે છે.આ ફોનમાં મલ્ટીપલ કલર ઓપ્શન છે. તે વિવિધ આકર્ષક કલર્સમાં ઉપલબ્ધ છે, જે યુઝર્સને પોતાનું સ્ટાઇલ પસંદ કરવા માટે વિકલ્પ આપે છે.
આ કારણોથી Lava Blaze 3 5Gની ડિઝાઇન આકર્ષક અને યુવા પેઢીને ધ્યાને રાખીને બનાવવામાં આવી છે.
ઝકાસ છે Lava Blaze 3 5G ના કેમેરા
આ સ્માર્ટફોનમાં 50 MP પ્રાઈમરી કેમેરા છે, જે ક્રીસ્પ અને ક્લિયર ઈમેજ ક્વોલિટી આપવામાં મદદ કરે છે. AI બેસ્ડ લેન્સ અને મેક્રો શોટ્સ માટે ખાસ સેન્સર પણ છે. વાત કરીએ ફ્રન્ટ કેમેરાની તો, 8 MP છે. જે સેલ્ફી અને વિડિઓ કૉલ્સ માટે યોગ્ય છે.
5000 mAhની છે મોટી બેટરી
જેમાં 5000 mAhની વિશાળ બેટરી છે, જે સારા બેકઅપ સાથે લાંબા સમય સુધી ચાલે છે. આ બેટરીના કારણે, તમે સામાન્ય વપરાશમાં, જેમ કે કોલ્સ, મેસેજિંગ, બ્રાઉઝિંગ, મ્યૂઝિક સાંભળવા અને લાઇટ ગેમિંગ જેવી દિનચર્યા પ્રવૃત્તિઓમાં બિનજરૂરી ચાર્જ કરવાની ઝંઝટ વગર આખો દિવસ પસાર કરી શકો છો.
આ બેટરી તમને 8 થી 10 કલાક સુધીની સ્ક્રીન ઓન ટાઇમ આપી શકે છે, જે બેટરી મેનેજમેન્ટને વધુ અસરકારક બનાવે છે. જો તમે ઓછું વપરાશ કરો તો એક ચાર્જમાં બે દિવસ સુધી પણ ચાલવાની શક્યતા છે. ફોન સાથે 33W ચાર્જિંગ સપોર્ટ છે, જેથી બેટરી પૂરી રીતે ચાર્જ થવામાં લગભગ 1 કલાકનો સમય લાગી શકે છે.
દમદામ છે Lava Blaze 3 5G નું પ્રોસેસર
Lava Blaze 3 5G MediaTek Dimensity 700 પ્રોસેસર સાથે આવે છે, જે એક ઓક્ટા-કોર ચિપસેટ છે. આ પ્રોસેસર 7nm ફેબ્રિકેશન ટેક્નોલોજી પર આધારિત છે, જે પ્રોસેસિંગની કામગીરીને ઝડપી અને મજબૂત બનાવે છે.
Dimensity 700 5G સપોર્ટ સાથે આવે છે, જે સસ્તા સ્માર્ટફોનમાં પણ ફાસ્ટ અને સ્ટેબલ નેટવર્ક કનેક્ટિવિટી આપે છે. આ પ્રોસેસર સામાન્ય દિનચર્યા કાર્ય, જેમ કે બ્રાઉઝિંગ, મલ્ટિટાસ્કિંગ, મલ્ટિમિડિયા પ્લેબેક અને લાઇટ ગેમિંગને સરળ અને સાતત્યપૂર્ણ બનાવવામાં મદદ કરે છે.
આ પણ વાંચો : આટલી ઓછી કિંમતમાં લોન્ચ થયો Vivo T3 Ultra, છતાં 50MP સેલ્ફી કેમેરો અને 5500mAh છે બેટરી
Lava Blaze 3 5G સ્ટોરેજ
Lava Blaze 3 5Gમાં 128GB ઇન્ટરનલ સ્ટોરેજ છે, જે ફોટા, વિડિયો, એપ્સ અને અન્ય ડેટા માટે પૂરતી જગ્યા પૂરી પાડે છે. ફોનમાં 6GB + 6GB રેમ છે.
ફોનમાં માઈક્રો SD કાર્ડ સ્લોટ પણ છે, જેના દ્વારા તમે સ્ટોરેજને વધારીને 1TB સુધી કરી શકો છો, જેથી તમને વધુ ડેટા સ્ટોર કરવામાં કોઈ મુશ્કેલી ન આવે.
Lava Blaze 3 5G ડિસ્પ્લે
Lava Blaze 3 5Gમાં 6.7 ઇંચની ફૂલ HD+ IPS LCD ડિસ્પ્લે છે, જે 1080 x 2400 પિક્સલના રિઝોલ્યુશન સાથે આવે છે. આ ડિસ્પ્લે તમને ક્લિયર અને વિવિધ વિઝ્યુઅલ્સ આપે છે, જે ખાસ કરીને વિડિયો જોવા, ગેમિંગ, અને બ્રાઉઝિંગ માટે ખૂબ જ અનુકૂળ છે.
ડિસ્પ્લેમાં કિનારીઓ પાતળી છે, જે bigger screen-to-body રેશિયો ધરાવે છે, અને એનો ટચ રિસ્પોન્સ પણ ફાસ્ટ છે. IPS ટેકનોલોજી ધરાવતા હોવાથી, viewing angles પણ સારાં રહે છે, જેથી તમે કોઈ પણ ખૂણેથી સ્ક્રીન જુઓ તમે કલર એક્યુરેસી અને બ્રાઈટનેસ જાળવી શકશો.
Lava Blaze 3 5G Price In India
Lava Blaze 3 5Gની ભારતમાં કિમત લગભગ ₹9,999 થી ₹11,999 સુધી હોય છે, જે વેરિઅન્ટ અને ડિસ્કાઉન્ટ પર આધાર રાખે છે. આ કિમત તેના 8GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે છે. કિંમતોમાં થોડો ફેરફાર હોઈ શકે છે, કારણ કે તે ઓનલાઇન પ્લેટફોર્મ, ઓફલાઇન સ્ટોર્સ અને વિવિધ સેલ ઓફર્સ પર નિર્ભર કરે છે. વધુ સચોટ અને અપડેટેડ કિમત માટે, તમે Flipkart, Amazon અથવા Lavaની ઓફિશિયલ વેબસાઇટ ચેક કરી શકો છો.
આ પણ વાંચો: Rs 9999 માં લોન્ચ થયો Samsung Galaxy A06, દમદાર 50MP નો છે કેમેરો